Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી ગૌરવ પ્રતિષ્ઠાનના સંયુકત ઉપક્રમે

'સૌરાષ્ટ્રનો સાહિત્ય સંવાદ' : સપ્તાહભર ઓનલાઈન સાહિત્યિક રસથાળ

ગઈકાલે નરોતમ પલાણે સૌરાષ્ટ્રના લોકમિજાજને વ્યકત કર્યો : હવે માલા કાપડીયા, પ્રફુલ દવે, નિરંજન રાજયગુરૂ, કુંદન વ્યાસ, ડો.અંજુ જોષી, વિષ્ણુ પંડ્યા રસપ્રદ વાતો પીરસશે : ૧૮મી સુધી ફેસબુક - ઈન્સ્ટાગ્રામ પેઈજ પર લાઈવ કાર્યક્રમ

રાજકોટ, તા. ૧૩ : અત્યારના સમયમાં જાહેર સમારંભો કે સાહિત્યિક પ્રવૃતિઓ સમૂહમાં ન થઈ શકતી હોવાથી ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી ગૌરવ પ્રતિષ્ઠાનના સંયુકત ઉપક્રમે ઓનલાઇન સાહિત્યિક સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે. આ રવિવારથી સોશ્યલ મીડિયામાં ચાલુ થયેલા કાર્યક્રમનું શીર્ષક છે- સૌરાષ્ટ્રનો સાહિત્ય સંવાદ. એક અઠવાડિયા લાંબા આ કાર્યક્રમમાં દરરોજ રાતે સાડા નવ વાગે ગુજરાતના એક પ્રતિષ્ઠિત સાહિત્યકાર કે કલાકાર સાથે જુદા જુદા વિષયો ઉપર વાત કરવાની થશે. જેનું લાઈવ પ્રસારણ ફેસબુક પર કરવામાં આવે છે.

ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતી અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓની પ્રતિભાને સમાન મંચ આપવાના ઉદ્દેશથી કાર્યરત રહેતી ગુજરાતી ગૌરવ પ્રતિષ્ઠાનને ગુજરાત સાહિત્ય અકાદમી જેવી માતબર સંસ્થાનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો અને ૧૨ જુલાઈથી ૧૮ જુલાઈ સુધી સૌરાષ્ટ્રનો સાહિત્ય સંવાદનું આયોજન થયું. જેમાં પુરાતત્વવિદ શ્રી નરોત્ત્।મ પલાણ, લેખિકા માલા કાપડિયા, સુપ્રસિદ્ઘ લોકગાયક પ્રફુલ દવે, અલગારી કવિ શ્રી નિરંજન રાજયગુરુ, વરિષ્ઠ પત્રકાર કુંદન વ્યાસ, ડો. અંશુ જોશી અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યા રસપ્રદ વિષયો ઉપર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમ થકી ગુજરાતીઓ સાથે સંવાદ કરશે. આ ઓનલાઇન સાહિત્યિક સંવાદમાં સૌરાષ્ટ્રનો લોકમિજાજ, સુરેશ જોશી, નાથપંથી ભજનગાનની મહત્ત્।ા, પત્રકારત્વના પ્રવાહો, સંગીત-સાધના જેવા વિવિધ વિષયો ઉપર મહાનુભાવો સાથે નીતા સોજીત્રા અને અભિમન્યુ મોદી ફેસબુકની તેની વોલ ઉપર સંવાદ કરશે.

નરોત્ત્।મ પલાણે ગઈકાલે રવિવારના સેશનમાં સૌરાષ્ટ્રના લોકમિજાજ વિશે બહુ રસાળ વાત કરી હતી. સૌરાષ્ટ્રનો અને એમાં વસતા લોકોનો ભવ્ય ઇતિહાસની ઝાંખી પોરબંદર સ્થિત શ્રી પલાણ કરાવી હતી. તેમણે સૌરાષ્ટ્રના પાળિયા, સૌરાષ્ટ્રની દંતકથાઓ, લોકકથાઓ, લોકસાહિત્ય અને તેમના અનુભવોનો રસથાળ ફેસબુકમાં પીરસ્યો હતો. નરોત્ત્।મ પલાણ જેવા વિદ્વાન ફેસબુક ઉપર લાઈવ સેશન કરે એવુ પહેલી વખત બન્યું હતું. સમગ્ર ઓનલાઇન કાર્યક્રમ શ્રી વિષ્ણુ પંડ્યાના માર્ગદર્શન નીચે યોજાયો છે અને અકાદમીના મહામાત્ર શ્રી હિમ્મત ભાલોડિયાનો સહકાર મળ્યો છે. ગુજરાતી ગૌરવ પ્રતિષ્ઠાનની ટીમના નિલેશ પટેલ, જેઠાભાઈ ઓડેદરા, સ્નેહલ તન્ના અને હેતલ શાહનો ઓનલાઇન કાર્યક્રમમાં સહકાર મળ્યો છે. ફેસબુકની બહુ જાણીતું ગઝલ્સ ગ્રુપ અને તેને સાંભળનારા કુણાલ દામોદરા અને જયેશ રાષ્ટ્રકુટ આ ઓનલાઇન કાર્યક્રમના ડિજિટલ મીડિયા પાર્ટનર છે. સૌરાષ્ટ્રનો સાહિત્ય સંવાદના કાર્યક્રમની વિગતો વિશે ગુજરાતી ગૌરવ પ્રતિષ્ઠાનના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પેજ પરથી માહિતી મળી રહેશે. તેમ એક યાદીમાં જણાવાયુ છે. આ અંગે વધુ માહિતી માટે નીતાબેન સોજીત્રા (મો.૯૭૨૭૪ ૦૭૬૮૮)નો સંપર્ક કરવો.

 ફેસબુક લીન્ક (૧) https://www.facebook.com/abhimanyu.modi.7

(૨) https://www.facebook.com/nita.sojitra.10 ઉપરથી દરરોજ રાત્રે ૯:૩૦ કલાકે પ્રસારીત થશે

(3:51 pm IST)