Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

મદ્રાસ કાફે, પાન-કોલ્ડ્રીંકસની દુકાનો તથા હોટલમાં સોશ્યલ ડીસ્ટન્સનો અભાવઃ ૪૭ લોકો સામે કાર્યવાહી

બાઇકમાં ત્રીપલ સવારી, રીક્ષામાં અને કારમાં વધુ મુસાફરો લઇને નિકળનારા ચાલકો પણ દંડાયા

રાજકોટ,તા. ૧૩: કોરોનાના સતત વધી રહેતા કેસોથી શહેરમાં ચિંતા વધી છે. તેમ છતાં કેટલાક લોકો હજુ પણ જાગૃત થવા તૈયાર નથી જેથી પોલીસ પણ હવે રાત્રે કર્ફયુનો કડક અમલવારી કરાવે છે. જેમાં રાત્રે અલગ અલગ વિસ્તારોમાં ચા-નાસ્તાની હોટલ, પાન-માવા અને કોલ્ડ્રીંકસની દુકાન તેમજ મદ્રાસ કાફુ ખુલ્લુ રાખી ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી જાહેરનામાનો ભંગ કરનારા વેપારીઓ સહિત ૪૭ સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

એ ડીવીઝન પોલીસે મહિલા કોલેજ ચોક પાસેથી મયુર હરેશભાઇ રાઠોડ, ભરત અમરૂભાઇ ધાંધલ, રાજેશ કાળુભાઇ ડેર, જયુબેલી ચોક પાસેથી ફેઝલ આરીફભાઇ ગલેરીયા, મહેશ લક્ષ્મણભાઇ સોલંકી, ત્રિકોણબાગ પાસેથી સુનીલ હસમુખભાઇ વાગડીયા, કલ્પેશ મનહરલાલ રાઠોડ, તથા બીડીવીઝન પોલીસે ૫૦ ફુટ રોડ પાસે નંદનવન બંગ્લોઝ પાસે ભજીયાના જમણવારનું આયોજન કરી માણસો ભેગા કરનાર પરેશ ખોડાભાઇ લીંબાસીયા, કેસરી હીંદ પુલ પરથી જીજે૩એકે -૭૯૨૩ નંબરનું બાઇક લઇને નિકળેલા સંજય તુલસીભાઇ જાદવ, ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી જીજે-૩એલસી૧૯૪૨ નંબરની રીક્ષા લઇને નિકળેલા બીપીન ગોપાલભાઇ અજાણી, બેડી ચોકડી પાસેથી ભાવેશ પોપટભાઇ મુચારા, તથા થોરાળા પોલીસે ચુનારાવાડ ચોકમાંથી ફેઝલ હુશેનભાઇ પઠાણ, રમેશ હરીભાઇ સોલંકી, અજય અશ્વીનભાઇ પાંભર, અનીલ મનસુખભાઇ મકવાણા, તથા ભકિતનગર પોલીસે ૮૦ ફુટ રોડ પરથી નૈનેષ જંયતીભાઇ રાદડીયા, કીર્તી કનકભાઇ સિધ્ધપુરા, પ્રતીક અરૂણભાઇ બારભાયા, કોઠારિયા મેઇન રોડ કેદારનાથના ગેઇટ પાસેથી અનીલ અરજણભાઇ હુંબલ, જૈનીક શૈલેષભાઇ દવે, તથા કુવાડવા ગામ વાંકાનેર ચોકડી પાસેથી વાલચંદ વાગુંભાઇ ગુડીયા, ઇશ્વર સત્રાભાઇ મસાર, તથા આજીડેમ પોલીસે કોઠારિયા ગામથી રોલેક્ષ રોડ તરફ સરદાર ચોક પાસે ગોવર્ધન પાન-માવાની દુકાન-ખુલ્લી રાખી ભીડ એકઠી કરનાર ધર્મીલ જમનભાઇ કોટડીયા, આજીડેમ ચોકડી પાસે જીજે-૩ડીસી ૫૪૪૩ નંબરના બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા લોકો સામે કાર્યાવાહી હાથ ધરી હતી.

(3:45 pm IST)