Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રસોઇ બનાવતા આવડતી નથી : કોઇ સાથે વાત કરતા આવડતી નથી : ક્રિષ્નાબેન ટાંકને ત્રાસ

બાબરીયા કોલોની રામેશ્વર સોસાયટીમાંં બનાવ : રૂમમાં જાંજરીનો અવાજ સાંભળતા સાસુ-સસરાએ અદા પાસે માદડીયું કરાવ્યું : પતિ રોનક, દિપ્તીબેન, સસરા અશ્વીનભાઇ અને મોટા સસરા રાજેશભાઇ સામે ગુનો

રાજકોટ, તા. ૧૩ :  શહેરના બાબરીયા કોલોની સામે રામેશ્વર સોસાયટીમાં રહેતી કડીયા પરિણીતાને પતિ, સાસુ, સસરા અને મોટા સસરા ઘરકામ બાબતે અને રસોઇ બનાવતા આવડતી નથી કોઇ સાથ વાત કરતા આવડતી નથી કહી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ, પર પૂજા પાર્ક મારૂતીનગરમાં માવતરના ઘરે રહેતા ક્રિષ્નાબેન રોનકભાઇ ટાંક (ઉ.વ.ર૪) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં પતિ રોનક, અશ્વિનભાઇ ટાંક, સાસુ દિપ્તીબેન ટાંક, સસરા અશ્વીનભાઇ દામજીભાઇ ટાંક, અને મોટા સસરા રાજેશભાઇ દામજીભાઇ ટાંકના નામ આપ્યા છે. ક્રિષ્નાબેને ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાના તા. ૧૦-૧ર-૧૯ના રોજ બાબરીયા કોલોની સામે રામેશ્વર સોસાયટીમાં રહેતા રોનક ટાંક સાથે જ્ઞાતિના રીત રીવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ બેમાસ પોતાના જુના મકાનમાં સાસુ, સસરા અને મોટા સસરા બધા સંયુકત પરિવાર સાથે રહેતા હતા. લગ્નના બાદ બે-ત્રણ માસ લગ્ન જીવન સારૂ ચાલેલ બાદ સાસુ, સસરા અવાર-નવાર તને રસોઇ બનાવતા બરાબર આવડતી નથી કોઇ જોડે વાતચીત કેમ કરવીએ પણ તને આવડતુ નથી. તારી માએ તને કાંઇ શીખડાવ્યું નથી, તારે અમે કહીએ તેમજ કરવાનું તેમ મેણાટોણા મારતા હતા અને કયાંય બહાર જવુ હોય તે બહાર ન નીકળવા દેતા અને સાસુ સસરા અંધવિશ્વાસમાં બહુ માનતા જેથી પોતે રૂમમાં સુતા હોઇ ત્યારે ઝાંઝરીનો અવાજ સાંભળતા કોઇ અદાને બોલાવી તેની પાસે જોવડાવીને માદેડી કરાવી હતી. પતિ જામનગરમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં નોકરી કરતા હોઇ તેથી તે શનિ-રવી ઘરે આવતા તો પોતાની સાથે સરખી વાત પણ કરતા નહીં અને દૂર-દૂર રહેતા હતા. તેના કુટુંબ સાથે વધુ ટાઇમ આપતા હતા પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોઇ તે બાબતે પોતાને પતિ સાથે બોલાચાલી પણ થઇ હતી. પોતાને  અવારનવાર શારીરિક માનસીક  ત્રાસ આપતા હતા. બાદ પોતે દિવાળીના તહેવારમાં માવતરના ઘરે સાફ સફાઇ કરવા માટે ગયા બાદ પોતે થાકી ગયા બાદ ઘરે સુઇ ગયા હતા ત્યારે પિતાએ ફોન કરી પતિને સવારે મુકી જવાનું કહેતા પતિએ અત્યારે જ મુકી જાવ કહ ફોન કાપી નાખ્યો હતો. બાદ સસરાએ સામેથી ફોન કરી પોતાના પિતા સાથે ફોનમાં બોલાચાલી કરી હતી. ત્યારથી પોતે માવતરના ઘરે રહે છે. પતિ સહિતના સાસરીઓને સમાધાન બાબતે બોલાવતા તેઓએ આવી ઝઘડો કરી સમાધાન કરવાની ના પાડતા પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. એસ.એન. સવનીયાએ તપાસ હાથ ધરી છે.

(2:58 pm IST)