Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રામનાથપરા અને નવયુગપરામાં જુગાર રમતી મહિલાઓ સહિત ૧૦ ઝડપાયા

રાજકોટ,તા.૧૩ : શહેરના રામનાથપરા અને જુની જેલ પાસે નવયુગપરામાં એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહિત દસ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ ડીસીપી પ્રવિણકુમાર મીણાની સુચનાથી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી.જી. જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. જે.એમ.ભટ્ટ, એએસઆઇ ભરતસિંહ, ધર્મેશભાઇ ખેર, હેડ કોન્સ હારૂનભાઇ, જગદીશભાઇ, વીરૂભા ઝાલા, મરૂભા અને મૌલીકભાઇ પટેલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે રામનાથપરા જુનીજેલ પાસે નવયુગપરા શેરીનં.૪માં દરોડો પાડી જુગાર રમતા કંચનબેન મનોજભાઇ ભટ્ટી (ઉ.૪૦) (રહે નવયુગપરા-૪), મિનાબેન કિશોરભાઇ સોલંકી (ઉવ.૫૦) (રહે.ચુનારાવાડ નદીના કાંઠે), નર્મદાબેન મોહનભાઇ ચૌહાણ(ઉવ.૫૫) ફરીદાબેન બાબુભાઇ લંઘા (ઉવ.૫૫) (રહે. નવયુગપરા શેરીનં. ૪) અને હીરાબેન જીવરાજભાઇ ભટ્ટી (ઉવ.૫૫) (રહે નવયુગપરા)ને પકડી લઇ રૂ. ૫૦૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં રામનાથપરા શેરીનં.૧૦માં દરોડા પાડી જુગાર રમતા જાફર અબ્દલભાઇ શેખ (ઉવ.૪૦) (રહે.રામનાથપરા શેરીનં.૧૦), મોહન બસરતઅલી શેખ (ઉવ.૨૯) (રહે રામનાથપરા શેરીનં.૧૮), અને સાહેબ ચામરભાઇ મંડલ (ઉવ.૩) (રહે રામનાથ પરા શેરીનં.૫)ને પકડી લઇ રૂ. ૩૦૬૦ની સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(2:58 pm IST)