Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્તરે મનોરંજન કરાવે છે તેવું રાજય સ્તરે હાર્દિક પટેલ કરાવશે : ભંડેરી - ભારદ્વાજ

રાજકોટ તા. ૧૩ : કોંગ્રેસની દિશાવિહિન કેન્દ્રીય નેતાગીરીએ દિશાવિહિન ગુજરાત કોંગ્રેસ માટે દિશાવિહિન હાર્દિક પટેલને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવ્યા બાદ જે રીતે હાર્દિકે ગઇકાલે સોંપાયેલી સત્તાનું ભાન ભુલી બફાટ કર્યો તે અંગે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ અને ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ હાસ્યસભર ટકોર કરતા જણાવ્યુ છે કે અત્યાર સુધી રાજીવ ગાંધી દ્વારા રાષ્ટ્રીય સ્તરે મનોરંજન મળતુ હતુ તે હવે રાજય સ્તરે હાર્દિક પટેલ પુરૂ પાડશે.

તેમણે જણાવ્યુ છે કે કોંગ્રેસની ડુબતી નાવડીને દગાખોર હાર્દિક બચાવી નહી શકે. ગુજરાત કોંગ્રેસ આમ પણ પહેલેથી જ કોમામા છે. દિશાવિહિન કોંગ્રેસે સમાજને ગેરમાર્ગે દોરનાર હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવી પોતાના જ પંજા પર કુહાડી મારી છે.

હાર્દિકની એકપણ વાત પર હવે કોઇને જરાપણ વિશ્વાસ નથી. વિધાનસભાની ચુંટણીઓમાં આઠેઆઠ બેઠક જીતવાનો અને ૨૦૨૨ માં સરકાર બનાવવાનો તેનો દાવો છોકરમત અને બાલિશતાનું ભાન કરાવે છે.

વધુમાં શ્રી ભંડેરી અને શ્રી ભારદ્વાજે જણાવ્યુ છે કે આરોગ્ય, શિક્ષણ, મહિલા સુરક્ષા, ભ્રષ્ટાચાર, બેરોજગારીના મુદા સામે અવાજ ઉઠાવવાની, ખેડુતો, વિદ્યાર્થીઓના પ્રશ્ને લડત ચલાવવાની વાતો કરનાર હાર્દિક પટેલનું ચરિત્ર અને જ ચારિત્ર્ય સંપૂર્ણપણે ખરડાયેલુ છે. તેની અશ્લિલ ઓડીયો-વિડીયો કલીપો જગજાહેર છે. આર્થિક ગરબડો માટે પણ તે પ્રખ્યાત છે.

અનામત આંદોલનના નામે સમગ્ર પાટીદાર સમાજને ગેરમાર્ગે દોર્યા અને ઘણા પાટીદાર યુવાનોને મોતના મુખમાંૅધકેલ્યા. રાજકારણમાં પ્રવેશ નહીં કરવાના વચન લીધા પછી પણ સ્વાર્થ માટે રાજકારણમાં પ્રવેશી જનાર હાર્દિક પર હવે કોઇને વિશ્વાસ રહ્યો ન હોવાનું અંતમાં નીતિનભાઇ ભારદ્વાજ અને ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યુ છે.

(3:00 pm IST)