Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ગૌરવવંતો A ગ્રેડ છીનવાયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેક માટે ફોર્થ સાયકલમાં એપ્લાય

રાજકોટ તા. ૧૩ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગુજરાત રાજયની નેક એક્રેડીટેશનમાં સૌપ્રથમ 'એ ગ્રેડ' પ્રાપ્ત કરનાર યુનિવર્સિટી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને માળખાકીય સુવિધાઓના સંદર્ભમાં વિવિધ હકારાત્મક નિર્ણયો અને કામગીરી કરવામાં આવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ વર્ષે નેક એક્રેડીટેશનની ફોર્થ સાઈકલમાં અરજી કરવા માટે કુલપતિશ્રી તથા ઉપકુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ ઈન્ટરનલ કવોલીટી એસ્યોરન્સ સેલના ડાયરેકટરશ્રી અને સિન્ડિકેટ સભ્યશ્રી ડો. ગીરીશભાઈ ભીમાણી તથા આઈ.કયુ.એ.સી. ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 'એ +' ગ્રેડ પ્રાપ્ત થાય એ માટે તમામ પ્રક્રિયા અને ડોકયુમેન્ટેશનની કામગીરી ખુબ સુચારૂ રીતે સંપન્ન કરવામાં આવેલ છે. સમગ્ર ભારતમાંથી નેકમાં એક્રેડીટેશનની ફોર્થ સાઈકલમાં ભારતભરમાંથી માત્ર ચાર યુનિવર્સિટીઓએ એપ્લાય કરેલ છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીઓમાં નેકમાં એક્રેડીટેશન માટેની ફોર્થ સાઈકલમાં એપ્લાય કરનારઙ્ગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગુજરાત રાજયની સૌપ્રથમ યુનિવર્સિટી બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ સમગ્ર રાજય અને દેશમાં અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. નેકની આ ફોર્થ સાઈકલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 'એ+' ગ્રેડ પ્રાપ્ત થશે એવો સંકલ્પ અને પ્રયત્ન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે રાજકીય દ્રષ્ટકોણ અને આંતરિક જુથવાદ તેમજ વર્તમાન સત્તાધીશોની અણઆવડતને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળેલો એ-ગ્રેડ છીનવાયો છે. હવે એક વર્ષ બાદ યુનિવર્સિટી એપ્લાય થઇ તેનું ગૌરવ અનુભવે છે જે શિક્ષણજગત માટે શરમજનક છે.

(2:56 pm IST)