Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ગુજરાત ભરની અદાલતોમાં આજથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યવાહી શરૂ કરાઇ

હાઇકોર્ટમાં ર૭ રાજકોટ સેસન્સ કોર્ટમાં સાત અને ટ્રાયલ કોર્ટમાં ર૧ ન્યાયાધીશોની હાજરીઃ સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાં ઓનલાઇન કાર્યવાહીથી અદાલતો આંશિક રીતે ધમધમતી થઇ : રાજકોટમાં અકસ્માત વળતરના ૧૦ કેસોના અને ભરણ પોષણના પાંચ કેશોના અરજદારોને પેમેન્ટનું ચુકવણું કરાયુઃ ઇ-ફાયલીંગ વિડીયો કોન્ફરન્સની સુવિધા માટે ૪ રૂમો ફાળવ્યા : આજે રર જામીન અરજીની સુનાવણી કરાઇ

રાજકોટઃ આજથી રાજકોટની અદાલતોની ઓનલાઇન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યવાહી શરૂ કરાતા હાઇકોર્ટની સુચના અને પરિપત્રનો નિયમોનો ચુસ્ત અમલ કરીને કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રસ્તુત તસ્વીરોમાં અકસ્માત વળતરના કેસો કે જેઓના હુકમો થયા છે તેનું પેમેન્ટની ચુકવણી અરજદારોને કરવામાં આવી હતી : પ્રસ્તુત તસ્વીરોમાં અરજદારોના વકીલો રાજેશ મહેતા, મુકેશભાઇ દેસાઇ, મનિષભાઇ ખખ્ખર, રૂષિરાજસિંહ પમાર, પિયુષભાઇ શાહ, સંજય પંડયા, ભાવેશ મકવાણા, તેમજ ઓનલાઇન જામીન અરજીની કામગીરીમાં સરકારી વકીલ સમીર ખીરા એડવોકેટ દિલીપભાઇ પટેલ વિગેરે દર્શાય છે. નીચેની તસ્વીરમાં અરજદારો પેમેન્ટ બારીએ ઉભેલા દર્શાય છે છેલ્લી તસ્વીરમાં પેેમેન્ટનો ચેકમાં સહિ કરતા કર્મચારી દર્શાય છે. (તસ્વીરો સંદિપ બગથરીયા) (૬.૨૨)

રાજકોટ તા. ૧૩ : ગુજરાત હાઇકોર્ટના પરિપત્રના અનુસંધાને આજથી ગુજરાતભરની અદાલતોની કામગીરી શરૂ થતા છેલ્લા ચાર માસથી ઠપ્પ થઇ ગયેલ અદાલતોની કાર્યવાહીને આંશિક રીતે શરૂ કરવામાં આવી છે.

આજથી રાજકોટ-સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતભરના વર્ચ્યુઅલ (આભાસી કોર્ટ) શરૂ થયેલ છે રાજકોટની સેસન્સ અદાલતમાં આજે કુલ સાત ન્યાયાધીઓ અને નીચેની અને નીચેની કોર્ટોમાં કુલ ર૧ ન્યાયાધીશ અને જરૂરી પુરતા પ્રમાણમાં કોર્ટ સ્ટાફ હાજર રહ્યો હતો. કોર્ટોની તમામ કામગીરી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ ચાલશે આ માટે સેસનસ અને ટ્રાયલ કોર્ટમાં બબ્બે રૂમોની ફાળવણી કરવામાં આવી છે જેમાં ઇ-સાયલીંગ અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વકીલો દ્વારા કરવામાં આવે તે મુજબ બે રૂમોની ફાળવણી કરવામાંં આવી છે આ કાર્યવાહીમાં ૯પ ટકા વકીલો લાભ લઇ શકશે.

ગુજરાત હાઇકોર્ટમાં આજે ર૦ ન્યાયાધીશોની હાજરી વચ્ચે ઓનલાઇન કાર્યવાહી દ્વારા હાઇકોર્ટમાં પણ કાર્યવાહી ગતિશીલ બની છે.

છેલ્લા ચાર માસથી કોરોના મહામારીના સંદર્ભે સમગ્ર દેશની અદાલતો બંધ હોય અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માત્રત્ર અરજન્ટ કાર્યવાહી જ ચાલતી હોય કોર્ટોની કામગીરીને આંશિક રીતે ધમધમતી કરવા ગુજરાત હાઇકોર્ટે બહાર પાડેલ પરિપત્રની  આજથી રાજય ભરની કોર્ટોમાં અમલવારી શરૂ થતા અરજદારોની ચહેલ-પહેલ અદાલતોમાં જોવા મળી હતી.

ગુજરાત હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ ચુસ્તપણે નિયમોનું પાલન કરવાની શરતે આજથી અકસ્માત વળતરના કેસો અને ભરણ પોષણ કેસોના અરજદારોને પેમેન્ટનું ચુકવણુ શરૂ થયેલ છે અકસ્માત વળતરના રોજના કુલ ૧૦ અરજદારો અને ભરણ પોષણના કેસોમાં રોજ પાંચ અરજદારોને પેમેન્ટ ચુકવવાનો નિર્ણય લેવાયો છે.

તાજેતરમાં રોજ અરજન્ટ કેસોમાં પ થી ૭ જામીન અરજીની સુનાવણી થતી હતી તે આજે રર જામીન અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી.

રાજકોટની કલેઇમ ટ્રબ્યિુનલમાંઓર્ડર થઇ રહેલ અને જમા રહેલ રકમનું ચૂકવણુ આજથી આપવાનું શરૂ થયું છે.

ગુજરાત હાઇકોર્ટે રાજયની જીલ્લા કોર્ટોની કામગીરીમાં વેગ આપવા અંગે બહાર પાડેલ પરિપત્રની અમલવારીના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટની ગાઇડ લાઇન હેઠળ રાજકોટ જીલ્લા સેશન્સ કોર્ટમાં આંશીક કાર્યવાહી આજથી ધમધમતી થયેલ છે.

ખાસ કરીને અકસ્માત વળતર અંગેના કેસોમાં જે કેસોના ઓર્ડર થઇ ગયેલ છે.અને તેની રકમ વિમા કંપનીઓએ કોર્ટમાં જમા કરાવી દીધેલ હોય તેવા કેસોમાં આજથી ક્રમાનુસાર રોજના ૧૦ કેસોના પેમેન્ટનું ચૂકવણુ અરજદારોને કરવામાં આવેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમ્યાન બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર અને કલેઇમ બાર એસો.ના પ્રમુખ રાજેશ મહેતાએ ગુજરાત હાઇકોર્ટમાં પેમેન્ટ ચૂકવવાની રજૂઆત કરી હતી. જેને આજથી સફળતા મળેલ છે.

દરમ્યાન સેશન્સ કોર્ટ ખાતે જમા પડેલ રકમની પેમેન્ટ અરજીઓ આજથી સ્વીકારવાનું શરૂ થયેલ છે. આ તમામ કાર્યવાહી હાઇકોર્ટના નિયમોનુસાર સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને કરવામાં આવી રહી છે.

દરમ્યાન કોરોનાની મહામારી ચાલુ હોય અને કેસો સતત વધી રહ્યા આજથી પક્ષકારોને કોર્ટમાં પેમેન્ટ માટે બોલાવતાં કોર્ટે આવતાં તમામ વકીલો, પક્ષકારો, પોલીસ કર્મચારીઓ અને અરજદારોની ટેમ્પરેચર ગન દ્વારા તેમજ સેનિટાઇઝર્સનો ઉપયોગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને અરજદારોના નામ-સરનામા અને ફોન નંબર સહિત વિગતો લેવામાં આવી હતી.

આ ઉપરાંત આજથી ભરણ પોષણના કેસોમાં કોર્ટ દ્વારા અગાઉ જે હુકમો થઇ ગયેલ છે. તેમાં અરજદાર મહિલાઓને રોજના કુલ પાંચની સંખ્યામાં પેમેન્ટ આપવાનું ફેમીલી કોર્ટ ખાતે શરૂ કરવામાં આવ્યું હતું.

ગત ર૪ માર્ચની લોકડાઉન શરૂ થયા બાદ સમગ્ર દેશમાં અદાલતોની અનલોક લોકડાઉન શરૂ થઇ ત્યારથી અન્ય સરકારી કચેરીઓ મોટા ભાગની શરૂ થઇ ગયેલ છે. પરંતુ કોર્ટ શરૂ કરવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયેલ ન હોય. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અદાલતોની કામગીરી ચાલતી હતી.

ગુજરાત હાઇકોર્ટના તાજેતરમાં બહાર પાડવામાં આવેલ પરિપત્રની નકલો દરેક તાલુકા-જિલ્લા મથકોએ મોકલવામાં આવી હતી જેના ભાગ રૂપે રાજકોટ સૌરાષ્ટ્ર ઉપરાંત હેવી કન્ટેઇમેન્ટ ઝોન સિવાયના દરેક મથકોએ અકસ્માત વળતર અને ભરણ પોષણના કેસોની મંજુર થયેલી રકમોના ચેકો -પેમેન્ટ આજથી અરજદારોને ચુકવવાનું શરૂ થતા કોર્ટેની કાર્યવાહી ગતિમાં આવી છે. જો કે, કોર્ટે રોજ સવારના ૧૦-૩૦ થી ૧ વાગ્યા સુધી જ ચાલુ રહેશે.

(2:59 pm IST)