Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

મનસુખ પટેલ ૬૦ બોટલ સાથે પકડાયોઃ ભાવેશ ઉર્ફ કુરકુરીયો મુકી ગયો હતો

ખોખડદળના છેડે કારખાનામાં થોરાળા પોલીસનો દરોડોઃ કોન્સ. વિજય મેતા, જયદિપ ધોળકીયા અને કનુ ઘેડની બાતમી

રાજકોટ તા. ૧૩: થોરાળા પોલીસે ખોખડદળ  નદીના છેડે કારખાનામાં દરોડો પાડી પટેલ શખ્સને રૂ. ૩૦ હજારના ૬૦ બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો. દારૂ રેલનગરનો શખ્સ આપી ગયાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

થોરાળા પોલીસ મથકના કોન્સ. વિજયભાઇ મેતા અને જયદિપભાઇ ધોળકીયા તથા કનુભાઇ ઘેડની બાતમી પરથી ખોખડદળના છેડે મધુરમ્ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં દરોડો પાડી મુળ લોધીકાના નગર પીપળીયાના વતની હાલ જંગલેશ્વર મેઇન રોડ કેદારનાથ સોસાયટીના ખુણે હેમતભાઇ લુહારના મકાનમાં રહેતાં મનસુખ વાઘજીભાઇ હરસોડા (પટેલ) (ઉ.૪૫)ને દારૂના જથ્થા સાથે પકડી લેવાયો હતો. તેણે પુછતાછમાં આ દારૂ રેલનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતો ભાવેશ ઉર્ફ કુરકુરીયો મહેન્દ્રભાઇ ગોહેલ આપી ગયાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસે મેકડોવેલ્સ નંબર વન બ્રાન્ડની બોટલો કબ્જે કરી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ.અલ. રાઠોડની સુચના અને પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ પી. ડી. જાદવ, હેડકોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ પરમાર, કોન્સ. નરસંગભાઇ ગઢવી, કનુભાઇ ઘેડ, વિજય મેતા, જયદિપ ધોળકીયા, સહદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા સહિતે આ દરોડો પાડ્યો હતો.

(1:07 pm IST)