Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

નોકરી... નોકરી... નોકરી... ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક આવીઃ વધાવી લ્યો

બેન્ક, એન્જીનીયરીંગ, કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર્સ, ફેશન ડીઝાઇનિંગ, સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયુટ, સેબી, જાહેર સેવા આયોગ વિગેરે ક્ષેત્રોમાં ભરતી આવી : સ્પેસ સાયન્સ, ડીજીટલ માર્કેટીંગ, ડેટા સાયન્સ, સાયબર સિકયુરીટી જેવા ફીલ્ડમાં 'ગોલ્ડન ફયુચર'

રાજકોટ તા.૧૩ : જીવનમાં સતત આગળ વધવા તથા સત્તા સાથે સેવા કરવાનો અને સન્માન મેળવવાનો મોકો આપતી મોભાદાર નોકરી કરવા માટે આજનું યુવાધન રીતસર તલપાપડ બન્યું છે. દેશમાં વિવિધ ક્ષેત્રોમાં તથા વિવિધ જગ્યાઓએ નોકરી મેળવવાની તક હાલમાં ઉભી થઇ છે તકનો લાભ લઇને લાયકાત મુજબ નોકરી મેળવીને ઉત્કૃષ્ટ કારકિર્દી ઘડી શકાય છે. આ તમામ ભરતીઓ ઉપર એક નજર કરીએ તો......

.  સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ૧૩-૭-ર૦  ની છેલ્લી અરજી તારીખ સાથે સ્પેશ્યાલીસ્ટ કેડર ઓફિસરની કુલ ૪૪પ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://sbi.co.in/

.  કુદ્રેમુખ આર્યન ઓરે કંપની લી. (KIOCL) દ્વારા ૩૧-૭-ર૦ર૦ ની છલ્લી અરજી તારીખ સાથે ગ્રેજયુએટ એન્જીનીયર ટ્રેઇનીની કુલ રપ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

https://kioclltd.in/

.  રાષ્ટ્રીય કેમીકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર્સ લી. (RCFL) દ્વારા ૧પ-૭-ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે મેનેજમેન્ટ ટ્રેઇની વિગેરેની ૩૯૩ જગ્યાઓ માટે  ભરતી ચાલે છે.

https://www.rcfltd.com/

.  ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયુટ, કોલકતા દ્વારા ૩૧-૭-ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે સાયન્ટીફીક આસીસ્ટન્ટની કુલ ૧૯ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

https://www.isical.ac.in/

.  લોકસભા સચિવાલય દ્વારા ર૭-૭-ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે અનુવાદક (ટ્રાન્સલેટર)ની કુલ ૪૭ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://loksabha.nic.in

.  સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દ્વારા ૧૭-૭-ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે સાયન્ટીસ્ટસ, આસીસ્ટન્ટસ વિગેરેની કુલ ૭૯ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

https://csb.gov.in

.  નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) દ્વારા ૧૦-૮-ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે જુનીયર ટ્રાન્સલેશન ઓફીસર્સની કુલ ૧૬ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://nift.ac.in

. કર્ણાટક પબ્લિક સર્વિસ કમિશન (KPSC) દ્વારા ૧૦-૮-ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ ડાયરેકટરની કુલ ર૧ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

http://www.kpsc.kar nic.in/

 . આસામ (અસમ) પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ર૪-૭-ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ એન્જીનીયર વિગેરેની કુલ પ૭૭ જગ્યાઓ માટે ભરતી ચાલે  છે.

http://apsc.nic.in/

. ઇન્સ્ટીટયુટ ઓફ બેન્કીંગ પર્સોનલ સિલેકશન (IBPS) દ્વારા ર૧-૭-ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથેઓફીસર (સ્કેલ III અને III) તથા ઓફીસ આસીસ્ટન્ટ (મલ્ટીપર્પઝ)-CRP RRB ૯ની કુલ ૯૬૪૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://www.ibps.in/

. જમ્મુ એન્ડ કશ્મીર બેન્ક દ્વારા ર૪-૭-ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે બેન્કીંગ એસોસીએટ તથા PO (પ્રોબ્રેનરી ઓફીસર) ની કુલ ૧૮પ૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

www.jkbank.con

. બ્રોડકાસ્ટ એન્જીનીયરીંગ કન્સલ્ટન્ટસ ઇન્ડિયા લી.(BECIL) દ્વારા ૧પ-૭-ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે એકાઉન્ટન્ટ, લેબ આસીસ્ટન્ટ વિગેરેની કુલ૩પ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

www. becil.com

* ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયુટ, કોલકતા દ્વારા ૩૧-૭-ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે એસોસીએટ સાયન્ટીસ્ટ એ ની કુલ ૧૭ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

https://www. isical.ac.in./

* સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ માઇનિંગ એન્ડ ફયુઅલ રીસર્ચ દ્વારા રપ-૭-ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકિનકલ આસીસ્ટન્ટની કુલ ર૩ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. 

cimfr.nic.in/vacancies.html

* યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લીમીટેડ દ્વારા રર-૭-ર૦ર૦ની છેલ્લી અરજી તારીખ સાથે માઇનિંગ માટે વિગેરેની કુલ ૧૩૬ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

https://www. ucil.gov.in/

* સિકયુરીટી એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) દ્વારા ૩૧-૭-ર૦ર૦ ની છેલ્લી અરજી તારીખ સાથે ઓફીસર ગ્રેડ એ ની કુલ ૧૪૭ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. https://www. sebi.gov.in/  

* એક અભ્યાસ મુજબ તથા ભવિષ્યની સંભાવનાઓને ધ્યાને રાખતા દિવસે-દિવસે સાયબર ક્રાઇમમાં વધારો થતાં ભવિષ્યમાં સાયબર સિકયુરીટીના ફીલ્ડમાં જોબ ઓપર્ચ્યુનિટી સારી રહેવાની શકયતા છે. સાથે સાથે IIM, બિઝનેસ સ્કુલ, એન્જીનીયરીંગ તથા ડેટા સાયન્સ સાથે સંબંધિત સંસ્થાઓ માંથી ડેટા સાયન્સનો કોર્સ કરી શકાય છે. કારણ કે દિવસે-દિવસે ડેટા એનાલીસીસનું મહત્વ વધતા ડેટા સાયન્સ ક્ષેત્રે કારકીર્દી ખૂબ સારી બની શકે તેવી છે.

આ ઉપરાંત માહિતી અને ટેકનોલોજીના આજના ડીજીટલ યુગમાં ડીજીટલ માર્કેટીંગ ક્ષેત્રમાં ઉજજવળ કારકીર્દી બનાવી શકાય છે. આ સિવાય સ્પેસ સાયન્સ ક્ષેત્રે પણ કારકીર્દિની નવી દિશા દેખાઇ રહી છે.

સરસમજાની લાખેણી નોકરી મેળવીને સોનેરી ભવિષ્ય બનાવવાની અમૂલ્ય તક આવી છે. ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ,  આત્મ-વિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો - મંડી પડો. કારકિર્દી ઘડવાનો સમય આપની રાહ જોઇ રહ્યો છે.

સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.

(કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ  કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન તથા અપડેટસ મળી શકે.)

(10:41 am IST)