Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

૧૧ ઓકટોબર સુધી તાલુકા સબ ડીવીઝનમાં પ્રાંત અધિકારી

તાલીમ પૂરી કરનારા પ૮ અધિકારીઓની પ્રાંત અધિકારી કક્ષાએ નિમણુંક

રાજકોટ તા. ૧૩: જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી સીધી ભરતીથી પસંદ થયેલા નાયબ કલેકટર કક્ષાના પ૮ અધિકારીઓએ મામલતદાર કક્ષાએ તાલીમ પૂરી કર્યા બાદ હવે સરકારે પ્રાંત ઓફીસર ઇન ચાર્જ ઓફ એ તાલુકા સબ ડીવીઝન તરીકે નિમણુંક આપી છે. દરેક સ્વતંત્ર પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવવાની રહેશે.

અનિલકુમાર ગોસ્વામીને ટંકારા, મોરબી, કિર્તન પરમારને જોડિયા, ધ્રોલ જામનગર, પૂજા બાવડાને જેતપુર, ગોંડલ, રાજકોટ, મેહુલ બરાસરાને વીંછીયા, જસદણ, રાજકોટ, ડો. ભાર્ગવ ડાંગરને જાફરાબાદ, રાજુલા, અમરેલી, રાહુલ ગમારાને ગારીયાધાર, ભાવનગર, પાલીતાણાનો હવાલો સોંપાયો છે. પૂજા જોટાણીયાએ જામકંડોરણા, ધોરાજીમાં ફરજ બજાવવાની રહેશે. (૭.૩૦)કઠોર અને અવિરત પરિશ્રમ કરી ધાર્યુ નિશાન પાર પાડયું: ઠેર ઠેરથી શુભેચ્છા

(4:04 pm IST)