Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

રાજકુમાર કોલેજના ટ્રસ્ટીએ ટ્રસ્ટીનો સમયગાળો પૂર્ણ થઈ ગયેલા ટ્રસ્ટી તરીકે દૂર કરવાનો ફેરફાર રીપોર્ટ નામંજૂર

ચેરીટી કમિશ્નર શ્રી જોષીનો રાજકુમાર કોલેજના વિવાદમાં મહત્વનો હુકમ

રાજકોટ, તા. ૧૩ : રાજકુમાર કોલેજના ટ્રસ્ટીએ ટ્રસ્ટીનો ટેનયોર પૂર્ણ થઈ ગયેલ હોય રેકર્ડ પર ટ્રસ્ટી તરીકે દૂર કરવાનો ફેરફાર રીપોર્ટ નામંજૂર કરવાનો હુકમ ચેરીટી કમિશ્નર શ્રી જોષીએ ફરમાવ્યો છે.

આ કેસ ની ટુંકમાં હકીકત એવી છે કે, સમગ્ર ભારતમાં ખ્યાતિ ધરાવતી રાજકુમાર કોલેજ, રાજકોટની સ્થાપના આજથી ૧૪૮ વર્ષ પહેલાં ક૨વામાં આવેલ જેમાં કાઠિયાવાડના રજવાડાઓ દ્રારા રાજકુમાર કોલેજની સ્થાપના કરવામાં આવેલ હતી જેમાં જુદા-જુદા રજવાડાઓ ફાઉન્ડીગ મેમ્બર્સ હતાં જેમાં સેલ્યુટ સ્ટેટના ૪ મેમ્બર્સ તથા નોનસેલ્યુટ સ્ટેટના ૩ મેમ્બર્સ એમ રાજકુમાર કોલેજ ટ્રસ્ટના બંધારણ મુજબ કુલ ૭ ટ્રસ્ટીઓની નિમણુંક કરવામાં આવતી હતી અને રાજકુમાર કોલેજ ટ્રસ્ટના પ્રિન્સિપાલને સેક્રેટરી તરીકેનો દરજ્જો બંધારણમાં આપવામાં આવેલ છે.

 રાજકુમાર કોલેજ ટ્રસ્ટ બંધારણ ની જોગવાઈ મુજબ દર પાંચ વર્ષે ચુંટણી કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે અને જો ઈમરજન્સી હોય તથા સંસ્થાના હીતમાં કોઈ નિર્ણય કરવાનો હોય તો તે અંગે પ્રમુખશ્રી ને પોતાનો ટેનયોર એક વર્ષથી વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી લંબાવવાની સત્ત્।ા બંધારણમાં આપવામાં આવેલ છે.

 રાજકુમાર કોલેજ ટ્રસ્ટ બંધારણ ની જોગવાઈઓ મુજબ ટ્રસ્ટના પ્રમુખશ્રી મહિપાલસિંહજી વાળા દરબાર સાહેબ ઓફ જેતપુર દ્વારા સમગ્ર ગુજરાત રાજયમાં સેલ્ફ ફાયનાન્સ ફી રેગ્યુલેશન એકટ અમલમાં આવતા સરકારશ્રી દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ફી રૂ.૧૫૦૦૦, રૂ.૨૫૦૦૦ તથા રૂ. ૨૭૦૦૦ નિયત કરવામાં આવતા રાજકુમાર કોલેજના અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થતાં આ કાયદાની લીગાલીટી ચેલેન્જ કરવામાં આવેલ અને તે સંબંધી ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવેલ. આમ રાજકુમાર કોલેજના અસ્તિત્વનો પ્રશ્ન ઉપસ્થિત થતા પ્રમુખશ્રીએ તા.૨૮/૨/૨૦૧૮થી તા.૨૭/૨/૨૦૧૮ સુધીના પોતાના ટેનયોર બંધારણ ની મળેલ સત્ત્।ા અન્વયે લંબાવેલો જે સંબંધોનો ફેરફાર રીપોર્ટ ચેરીટી કમિશ્નર સમક્ષ દાખલ કરેલ અને તેમાં તમામ આધાર-પુરાવા રજુ કરેલ જેમાં રેકર્ડ પરનાં અન્ય ટ્રસ્ટીઓ (૧) હીઝ હાઈનેસ મહારાજા રાઓલ વિજયરાજસિંહજી ઓફ ભાવનગર (૨) હીઝ હાઈનેસ નવાબ સીદીશાહ મહેમુદખાનજી ઓફ જંજીરા અને જાફરાબાદ (૩) હીઝ હાઈનેસ ઠાકોર સાહેબશ્રી છત્રસાલજી ઓફ લીંબડી(૪) ઠાકોર સાહેબશ્રી કૃષ્ણકુમારસિંહજી ઓફ ચુડા (૫) દરબાર સાહેબશ્રી કરણીસિંહજી ઓફ પાટડીનાઓને પ્રમુખશ્રી બંધારણની જોગવાઈ મુજબ જાણ કરેલ અને તેની સંમતિ ઉપરોકત દરેક ટ્રસ્ટીઓએ આપેલ. આમ પ્રમુખશ્રી દ્વારા પોતાનો ટેનયોર લંબાવવાની. જે કાર્યવાહી કરેલ છે તે બંધારણની જોગવાઈ મુજબ કરેલ છે, પરંતુ હીઝ હાઈનેસ ઠાકોર સાહેબ શ્રી ચૈતન્ય દેવસિંહજી ઓફ વઢવાણ દ્વારા ટેનયોર લંબાવવા સંબંધે વાંધા-તકરાર લેવામાં આવેલ. જેમાં આસ.ચેરીટી કમિશ્નર સાહેબ દ્વારા ડીફેકટો ટ્રસ્ટી તરીકે જાહેર કરેલ છે. જે હુકમ સંબંધોની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

 ઠાકોર સાહેબ શ્રી ચૈતન્યદેવસિંહજી ઓફ વઢવાણ દ્વારા રેકર્ડ પરના ટ્રસ્ટીઓ નો ટેન્યોર પુર્ણ થઈ ગયેલ છે તે અંગેનો ચેઈન્જ રીપોર્ટ ન.૧૩૭/૧૯થી ભરેલ જે ચેઈન્જ રીપોર્ટ રાજકોટના મહે.આસી. ચેરીટી, કમિશ્નરશ્રી સી.કે. જોશી સાહેબ દ્વારા દફતરે કરવાનો હુકમ કરેલ છે.

 આસી.ચેરીટી કમિશ્નર સાહેબે પોતાના હુકમમાં એવું સ્પષ્ટપણે જણાવેલ છે કે ઠાકોર સાહેબશ્રી ચૈતન્ય દેવસિંહજી ઓફ વઢવાણના એ લીધેલ વાંધાઓ ગ્રાહ્ય રાખવા પ્રાપ્ત નથી કેમ કે તેઓ પણ ટ્રસ્ટના પ્રમુખ તરીકે અગાઉ સત્ત્।ા ભોગવી ચુકેલા છે ત્યારે તેઓએ ચુંટણી સમય મર્યાદામાં કરાવેલ નથી. આમ જયારે બંધારણની જોગવાઈનું પાલન પોતે જ કરતા ન હોય ત્યારે તેઓ અન્યને એટલે કે હાલની કાઉન્સેલીંગની મુદત લંબાવાયેલ છે તે બંધારણ વિરૂધ્ધ હોવાની રજુઆત કરી શકે નહી જેથી તેઓએ ટેન્યોર વધારવા બાબતે જે રજૂઆત કરેલી છે તે ઉચિત જણાતું નથી.

 વિશેષમાં, આસી.ચેરીટી કમિશ્નર સાહેબ પોતાના ચુકાદામાં એવું પણ જણાવેલ છે કે, વાંધેદારશ્રી ચૈતન્યદેવસિંહજી આ અદાલત સમક્ષ કલીન હેન્ડેડ કે શુદ્ઘ બુદ્ઘિથી આવેલ નથી તેઓને એસ્ટોપલનો બાદ નડે છે. તેમજ ચૈતન્યદેવસિંહજીએ તા.૨૫/૨/૨૦૧૯ના રોજ જે ફેરફાર રીપોર્ટમાં કચેરીમાં રજુ કરેલ છે તેમાં પી.ટી.આર. ઉપ૨ કુલ ૭ ટ્રસ્ટીઓને કમી કરવાની રજુઆત કરેલ છે. પરંતુ આ ફેરફાર રીપોર્ટમાં ચકાસણી કરતાં કુલ ૬ ટ્રસ્ટીઓ છે. એક ટ્રસ્ટનું નામ કમી કરવાની દાદ માંગવામાં આવેલ નથી જેથી કોઈ એક ટ્રસ્ટીના નામ કમી કરવા પુરતો બાકી રાખી શકાય નહીં તેમ ઠેરવી આ ફેરફાર રીપોર્ટ દફતરે કરવાનો હુકમ કરેલ છે.

  આ અગાઉ ફાઉન્ડીગ મેમ્બરો પૈકી ઠાકોર સાહેબશ્રી બલભદ્રસિંહજી ઓફ લખતર, ઠાકોર સાહેબશ્રી પૃથ્વીરાજસિંહજી ઓફ સાયલા, ઠાકોર સાહેબશ્રી પુષ્પેન્દ્રસિંહજી ઓફ વીરપુરનાઓએ રાજકોટના મહે. જોઈન્ટ ચેરીટી કમિશ્નર સાહેબ નં. ૪૧/અ(૧૫)/૨૦૧૮ દાખલ કરી એકસપાર્ટી વચગાળાનો મનાઈ હુકમ મેળવેલ તથા બન્ને પક્ષકારોને સાંભળીને જોઈન્ટ ચેરીટી કમિશ્નર સાહેબે એવો હુકમ કરેલ કે, તા.૧૮/૧૨/૨૦૧૮ની મીટીંગના એજન્ડાના મુદા નં.૬થી દર્શાવેલ મુદા અંગે કોઈપણ નિર્ણય ન કરવો. બીજો હુકમ ન થાય ત્યાં સુધી સુચના આપવામાં આવે છે તેમજ આ ટ્રસ્ટમાં કોઈપણ નિતીવિષયક નિર્ણયો કે ટ્રસ્ટ સંબંધે કરવા પાત્ર રોજબરોજના વહીવટ ખર્ચા સિવાયના ખર્ચાઓ સંબંધે જનરલ બોર્ડમાં મંજુરી મેળવ્યા સિવાય નિર્ણય ન ક૨વા વચગાળાની સુચના આપવામાં આવે છે. તેમજ પક્ષકારો વચ્ચે જે ચેઈન્જ રીપોર્ટ પેન્ડીંગ છે તે ૯૦ દિવસમાં બન્ને પક્ષકારોને પુરતી તક આપી ન્યાયિક નિર્ણય કરવા આસી.ચેરીટી કમિશ્નર સાહેબ ને હુકમ કરેલ. જે હુકમની લીગાલીટી રાજકુમાર કોલેજ ટ્રસ્ટ ટ્રસ્ટીઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ચેલેન્જ કરેલ જે તેની પીટીશન નામદાર હાઇકોર્ટ અંશતઃ માન્ય રાખેલ અને જોઈન્ટ ચેરીટી કમિશ્નર સાહેબે નિતીવિષયક નિર્ણય સંબંધે તથા વહીવટી ખર્ચ સિવાયના ખર્ચાઓ જનરલ બોર્ડની મંજુરી મેળવ્યા સિવાય ન કરવા તે હુકમ ૨દ્દ કરેલ, કારણ કે રાજકુમાર કોલેજ ટ્રસ્ટમાં જનરલ બોર્ડની કોઈ વ્યાખ્યા કરવામાં આવેલ નથી આમ નામદાર હાઇકોર્ટ રાજકુમાર કોલેજ ટ્રસ્ટ ની પીટીશન અંશતઃ માન્ય રાખેલ અને જે ફેરફાર રિપોર્ટ આસી.ચેરીટી કમિશ્નર સાહેબ સમક્ષ પેન્ડીગ છે તે પુરતી, વ્યાજબી, ન્યાયિક તક આપી ન્યાયિક નિર્ણય કરવાનો આદેશ ૬૦ દિવસમાં આપેલ, જે અન્વયે આસી.ચે રીટી કમિશ્નર સાહેબે તા.૯/૭/૨૦૧૯ના રોજ રાજકુમાર કોલેજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ડીફે કટો ટ્રસ્ટી તા. ૨૮/૨/૨૦૧૮ થી તા. ૨૭/૨/૨૦૧૯ના સમયગાળા માટે જાહેર કરેલ અને પ્રમુખશ્રીએ નવી બોડીની ચુંટણીની સત્વરે કાર્યવાહી કરવાની સુચના આપેલ છે અને ઠાકોર સાહેબ શ્રી ચૈતન્ય દેવસિંહજી ઓફ વઢવાણ દ્વારા જે ફેરફાર રીપોર્ટ ભરવામાં આવેલ છે તે ફે૨ફાર રીપોર્ટ ભરવા તેઓને કોઈ હકક, અધિકાર કે સત્ત્।ા નથી,    તેઓને એસ્ટોપલનો બાદ નડે છે, તેઓએ અગાઉ પ્રમુખ તરીકે સત્ત્।ા ભોગવેલ છે પરંતુ તે બંધારણની જોગવાઈ મુજબ કોઈ કાયદેસરની કાર્યવાહી કરેલ નથી જેથી તેઓને વાંધો લેવા કોઈ હકક, અધિકાર નથી તેમ ઠેરવી તેનો ફેરફાર રિપોર્ટ દફતરે કરવાનો હુકમ કરેલ છે.

 રાજકુમાર કોલેજ ટ્રસ્ટના પ્રમુખશ્રી મહિપાલસિંહજી વાળા દરબાર સાહેબ ઓફ જેતપુર ત૨ફે રાજકોટના એડવોકેટ પરેશ મારૂ તથા અમદાવાદ ના સીનીયર ધારાશાસ્ત્રી મેહુલભાઈ શાહ તથા અમદાવાદના એમ.આઈ.મરચન્ટ આ કાનૂની કાર્યવાહીમાં રોકાયેલ હતા.

(4:07 pm IST)