Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

સુચિત ન્યુ પરિમલ સોસાયટીમાં તંત્ર દ્વારા સ્પેશ્યલ કેમ્પઃ સ્થળ ઉપર ૬૭ દાવેદારોની અરજીનો નિકાલ

દાવેદારોને ૧૦ દિ'માં મંજૂરીના હુકમો આપી દેવાશેઃ નાયબ મામલતદાર રાણા લાવડીયા-ટીમની કામગીરી

સુચિત ન્યુ પરિમલ સોસાયટીમાં કલેકટર તંત્રે સ્પેશયલ કેમ્પ યોજી વધુ ૬૧ દાવાઓનો સ્થળ ઉપર જ નીકાલ કર્યો તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૩: શહેરના રૈયા ગામના રેવન્યુ સર્વે નાં. પ૦ પૈ. ટી.પી. ૧૬ ના એફ.પી. (ફાયનલ પ્લોટ) ૭૭/૧ થી ૭૭/૪ ની મિલ્કતના રેવન્યુ રેકર્ડ ઉપરના ખાતેદાર ગણેશભાઇ તથા માલાબેન ગણેશભાઇની ખેતીની જમીન કે જયાં ન્યુ પરિમલ સોસા.ને પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરાયેલ આ ન્યુ પરિમલમાં કુલ-૧૪૭ મકાનો આવેલ છે. જેમાં અગાઉ ર કેમ્પ કરીને સ્થળ ઉપર તમામ ૧૪૭ મિલ્કતના ૧૦૦% અરજીઓ મેળવવામાં આવેલ હતી.

સરકારે બાંધકામ માટે મુદત તા. ૧-૧-ર૦૦૦ નકકી કરતા કુલ રર અરજીઓ ઉકત ક્રાઇટ એરિયામાં તમામ-રર અરજીઓ મંજુર કરી, પ્રોપર્ટી કાર્ડ અપાય ગયેલ છે.

તાજેતરમાં સરકારે રહેણાંક બાંધકામની મુદત વધારાતા, એટલે કે તા. ૧-૧-ર૦૦પ પહેલા જેઓનું રહેણાંક/વાણીજયીક બાંધકામ થયેલ હોય તેઓના દાવા મંજુર કરવાનું કરાવતા આધાર પુરાવાઓ તપાસતાં ૬ર અરજીઓમાં તા. ૧-૧-ર૦૦પ પહેલાના બાંધકામ પુરાવાઓ જણાતા દાવેદારોની નિયમ મુજબ રૂબરૂ સુનાવણી કરવાની થતી હતી.

દાવેદારો પૈકી ઘણા મોટી ઉંમરના હોઇ, મહિલાઓ હોઇ, કચેરીએ સુનાવણી માટે ન બોલાવતા લોકોને તકલીફ ન પડે તે હેતુથી બે દિવસ પહેલા ન્યુ પરિમલ સોસા.માંજ સુનાવણીનો તા. ૧પ-૯-૧૯ નકકી કરેલ અને આગોતરી જાણ કરેલ જેના કારણે કુલ ૬૧ દાવેદારોને આજે રૂબરૂ ન્યુ પરિમલ સોસા. મેઇન રોડ ઉપર કેમ્પ કરી, જાહેરમાં સુનાવણી હાથ ધરી, પુર્ણ કરવામાં આવેલ છે.

દાવેદારોને દિ-૧૦ માં દાવા મંજુરીઓના હુકમો પણ કરી નાખવાનું નકકી કરાયું છે.

ન્યુ પરિમલ સોસા.ના શ્રી બટુક અદા, ગૌરવ બદિયાણી, મનસુખભાઇ, જે. ડી. ભાઇ એ પૂર્ણ સહયોગ આપેલ જે માટે તંત્રે આભાર વ્યકત કર્યો હતો, આ આખો સ્પે. કેમ્પ નાયબ મામલતદારશ્રી રાણા લાવડીયા તથા સ્ટાફ દ્વારા કરાયો હતો.

(4:00 pm IST)