Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

સર્જન ફાઉન્ડેશન દ્વારા પંચામૃત કાર્યક્રમ

સેવા, સહકાર અને સમર્પણની ભાવના સાથે સર્જન ફાઉન્ડેશન દ્વારા સેન્ટ ગાર્ગી સ્કુલમાં પંચામૃત કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્યલક્ષી નિઃશુલ્ક કામગીરી કરાઇ હતી. જેમાં જુના હઠીલા દર્દોનું નિદાન કરી દવા આપવામાં આવેલ. બ્લડ ડોનેશન કેમ્પ, દેહદાન-અંગદાન અને ચક્ષુદાન અંગે સંકલ્પપત્રો ભરવામાં આવ્યા હતા. નેચરલ પીણા તરીકે છાસ અને વરીયાળાના સરબતનું વિતરણ કરવામાં આવેલ. આ પંચામૃત કાર્યક્રમનું દિપપ્રાગટય લો કમિશન ઓફ ઇન્ડિયાના સભ્ય અભય ભારદ્વાજના હસ્તે કરવામાં આવેલ. મુખ્ય મહેમાન તરીકે બક્ષીપંચ આયોગના ચેરમેન નરેન્દ્રબાપુ સોલંકી, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ સોલંકી, વોર્ડ નં. ર ના કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન મનીષ રાડીયાા, છબીલભાઇ, પુર્વ ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, જીવન કોમર્શીયલ બેન્કના મેનેજીંગ ડીરેકટર નરેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં. ૨ ભાજપના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલ, જયસુખભાઇ પરમાર, કમલેશભાઇ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય કેમ્પમાં  ગાયનેક ડો. અશ્વિનભાઇ ડાભી, ડો. શીતલબેન પંડયા, સોરાષ્ટ્ર વોલન્ટ્રી બ્લડ બેન્કના ડો. અનીલ સાવલીયા, પ્રકાશભાઇ પંડયા, સાગરભાઇ કોરડીયા, વિરમભાઇ ચૌહાણ, લાલાભાઇ વાઢેર, રીચાબેન ભાલોડીયા, ચાર્મીબેન ભાલાળા તેમજ દેહદાન ચક્ષુદાન જાગૃતિ અર્થે ઉમેશભાઇ મહેતા, દેવીબેન મહેતા, ભીંડોરાભાઇએ સેવા આપી હતી. સમગ્ર કાર્યકા્રમનું આયોજન સર્જન ફાઉન્ડેશનના પ્રમુખ સુરેશભાઇ પરમાર, મહીલા પાંખના પ્રમુખ રમાબેન હેરભાના માર્ગદર્શન હેળઠ ગુણુભાઇ ભટ્ટ, પ્રકાશભાઇ વોરા, પ્રભાબેન વસોયા, હેમંતસિંહ ડોડીયા, દિવ્યાબેન રાઠોડ, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન, દિપાબેન કાચા, હર્ષિદાબેન કનોજીયા, પૂર્વ કોર્ર્પોરેટર નિર્મલાબેન વડેરીયા, દેવ્યાનીબેન રાવલ, સીમાબેન અગ્રવાલ, શ્રધ્ધાબેન, દિલ્પાબેન મકવાણા, પ્રિતીબેન વૈશ્નવ, ભારતીબેન પંડયા, ભાવના માવાણી, અનીતાબેન કકકડ, રશીદાબેન સીદી, ગીતાબેન ધામેલીયા, મેઘાબેન, માનસીબેન, સોનલ કાચા, અલ્કાબેન ભટ્ટ, નયનાબેન, માયાબેન, પલ્લવીબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:53 pm IST)