Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

લગાવો ધુબાકા : મંગળવારથી પેડક રોડના સ્નાનાગારમાં નવી બેંચનો પ્રારંભ

રાજકોટ તા ૧૩  :  મહાનગરપાલીકા સંચાલિત શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પેડક રોડમાના સ્વામિ વિવેકાનંદ સ્નાનાગાર ખાતે શિખાઉ, જાણકાર કેટેગરીના વયસ્ક ભાઇઓ, ચિલ્ડ્રન તથા ફકત સાંજે બહેનો માટે નવુ સત્ર શરૂ થનાર છે. આ સત્રની મુદત તા. ૧૬ જુલાઇ થી ૩૦ સપ્ટેમ્બર સુધીની રહેશે.

આ સત્રમાં મેમ્બરશિપ માટે રજીસ્ટ્રેશન રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ .www.RMC.GOV.IN પરથી અથવા રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેંટરો તથા વોર્ડ ઓફીસ ખાતે નિયત ફી ભરીને વહેલા તે પહેલાના ધોરણે કરાવી શકશે.

આ સત્રમાં મેમ્બરશિપ મેળવવા માટેતા ૧૫ જુલાઇથી સભ્ય નોંધણી શરૂ કરવામાં આવશે તેમ મ્યું. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(3:52 pm IST)