Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

માર્કેટ યાર્ડ અને પોપટપરામાં જૂગાર રમતા ૧૦ શખ્સો પકડાયા

બી. ડીવીઝન પોલીસે ગેલો, સાજન, યોગેશ અને સીંધા અને પ્ર.નગર પોલીસે રફીક, જુવાનસિંહ, રાજુભાઇ, રણજીત, જહા અને શામજીની ધરપકડ કરી

રાજકોટ તા. ૧૩ :.. શહેરના માર્કેટીંગ યાર્ડ શાકભાજી વિભાગમાં બી. ડીવીઝન પોલીસે દરોડો પાડી જૂગાર રમતા ચાર અને પ્ર.નગર પોલીસે પોપટપરામાંથી છ શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ બી. ડીવીઝન પોલીસ મથકના પીઆઇ ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ સુધાબેન  તથા વિરમભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે માર્કેટીંગ યાર્ડ શેડ નં. ર શાકભાજી વિભાગ પાસે દરોડો પાડી જાહેરમાં જૂગાર રમતા મચ્છાનગરનો ગેલા પોલાભાઇ ઝાપડા, સાજન નારણભાઇ ભરવાડ, સંત કબીર રોડ પર રહેતો યોગેશ પોપટભાઇ બાવળીયા, અને સીંધા બચુભાઇ રાઠોડને પકડી લઇ રૂ. ૧૦,રપ૦ ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્સ. અરવિંદભાઇ તથા હેમેન્દ્રભાઇ સહિતે બાતમીના આધારે પોપટપરા શેરી નં. ૧૬-પ ના કોર્નર પાસે દરોડો પાડી રફીક નથુભાઇ સુમરા (ઉ.૪૭), પોપટપરા શેરી નં. ૭/૧ર ના જુવાનસિંહ ઉમેદસિંહ વાઘેલા (ઉ.૪૯), પોપટપરા-૧ નો રાજૂ ભનુભાઇ ભખોડીયા (ઉ.૪૮), રેલનગર મેઇન રોડ ક્રિષ્ના પાર્ક, બ્લોક નં. ૧૬ નો રણજીત દિનેશભાઇ જીંજૂવાડીયા (ઉ.ર૮), પોપટપરા પ/૧પ નો જહા નારણભાઇ કુંગશીયા (ઉ.પ૧) અને પોપટપરા શેરી નં. ૧૬/૧ નો શામજી બાબુભાઇ વાઘેલા (ઉ.૪૮) ને પકડી લઇ રૂ. ૬૧૦૦ ની રોકડ સહિતની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી.

વાવડીમાં દારૂની ૪૮બોટલ સાથે હિંમત પકડાયો

વાવડી ગામ વસુંધરા ટેર્નામેન્ટ બ્લોક નં. ૧૪ પાસે નદીના ખુલ્લાપટમાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ, હિરેનભાઇ, નગીનભાઇ, વીરેન્દ્રસિંહ જાડેજા સહિતે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૪૮ બોટલ સાથે હિંમત ઉર્ફે ટકો કાના દેવાહીતકા (ઉ.૩ર) બારોટ (રહે. વાવડી ગામ વસુંધરા ટેર્નામેન્ટ નદીના પટમાં) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:41 pm IST)