Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

નવા થોરાળામાં વાહન અડી જતાં ડિસ્કો દાંડીયાના કોચ વનરાજ પર ધોકાવાળી

કાના ભરવાડે ડખ્ખો કર્યા બાદ પોતાના કાકા-ભાઇઓને બોલાવી બેફામ માર માર્યો

રાજકોટ તા. ૧૩: નવા થોરાળા શેરી નં. ૯માં રહેતાં અને ડિસ્કો દાંડીયા શીખડાવવાનું કામ કરતાં વનરાજ મનુભાઇ બાબરીયા (ઉ.૨૧) નામના મૈયા દરબાર યુવાનને રાત્રે નવેક વાગ્યે તેના વિસ્તારમાં કાનો ભરવાડ, તેના ફઇના દિકરા પારસ ભરવાડ, કાકા પિન્ટુ ભરવાડ, ભરત ભરવાડ  સહિતે ઝઘડો કરી હાથ પર છરીથી ઇજા કરી પગે ધોકા ફટકારી બેફામ માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વનરાજના માતા જાગૃતિબેન બાબરીયાના કહેવા મુજબ વનરાજ દિવસે પાણીના ટેન્કરના ફેરાની મજૂરી કરે છે અને સાંજે સન્ની બાવાજી સાથે નંદા હોલ પાસે દાંડીયા રાસ શીખવવાનું કામ કરવા જાય છે. રાત્રે તે દાંડીયા રાસના કલાસમાં બાઇક લઇને જતો હતો ત્યારે કાના ભરવાડે તેનું બાઇક અડાડી દીધા બાદ ઝઘડો કરી મારામારી કરી હતી. બાદમાં પોતાના કાકા-ભાઇને બોલાવી ધોલધપાટ કરી હતી. અગાઉ પણ આ રીતે વનરાજને કારણવગર મારકુટ કરી હતી. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમારે થોરાળા પોલીસને જાણ કરી હતી.

(3:41 pm IST)