Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

દક્ષિણ મામલતદાર કચેરીમાં આવકના દાખલા માટે રાત્રી ઝુંબેશઃ લોકો ઉમટી પડયાઃ ગુજરાતમાં પ્રથમ ઘટના

રાજકોટઃ શહેરની દક્ષિણ મામલતદાર કચેરીમાં મામલતદાર શ્રી દંગી તથા સ્ટાફ દ્વારા ખાસ રાત્રી ઝુંબેશ રખાઈ હતી. આવકના દાખલા માટે ખાસ સ્પે. કેમ્પ કરાયો હતો. આ ઝુંબેશને જબરી સફળતા મળી હોય તેમ લોકો આવકનો દાખલો કઢાવવા ઉમટી પડયા હતા. હાલ કોર્પોરેશનની આવાસ યોજના સંદર્ભે દરેક મામલતદાર કચેરીએ આવકનો દાખલો કઢાવવા ખાસ ઝુંબેશ ચાલી રહી છે. દક્ષિણ મામલતદાર કચેરીએ રાત્રીનો સ્પે. કેમ્પ કરી મોડી રાત સુધી આ કામગીરી કરાઈ હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:39 am IST)