Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ખંડણીખોર ઇભલો ૧૭મી સુધી રિમાન્ડ પરઃ બી-ડિવીઝન પોલીસે કબ્જો સંભાળ્યોઃ મદદગારી કરનારા સામે પણ ગુનો નોંધાશે

રાજકોટઃ લાતી પ્લોટના વેપારીઓ પાસેથી ખંડણી માંગી ધમકી આપવાના ગુનામાં પકડાયેલા ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો કરીમભાઇ કાથરોટીયાને ક્રાઇમ બ્રાંચે પકડી લઇ લાતી પ્લોટમાં લઇ જઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. બી-ડિવીઝન પોલીસે તેનો કબ્જો સંભાળતા અને આજે કોર્ટમાં રજૂ કરતાં ૧૭મી સુધીના રિમાન્ડ મંજુર થયા છે. ઇભલો ભાગતો ફર્યો એ દરમિયાન તેને આશરો આપનારાઓની સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.

(4:32 pm IST)