Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

રાજકોટમાં રવિવારે વિજયભાઇના હસ્તે ખાતમુહુર્ત - લોકાર્પણ ઉત્સવ

મનપા સહિત વિવિધ તંત્રોએ ૧૭૬ કરોડના કામોનું લીસ્ટ બનાવ્યું : કુવાડવા રોડ પર ૧૧૨૦ આવાસ યોજના, મહિલા સ્વિમીંગ પુલ તથા પી એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલના નવા બિલ્ડીંગ તથા કુવાડવા રોડ અને રાજકોટ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન સહિતના પ્રોજેકટ ખુલ્લા મુકાશે : ૧૫૦ ફુટ રીંગ રોડ-૨ ઉપર પારડી ગામ ખાતે હાઇલેવલ બ્રિજ, કાલાવડ (SH-૨૩) રોડમાં ૩.૧૨૦ કિ.મી. લંબાઇનું ૬ લેનમાં વિસ્તૃતિકરણ સહિતના વિવિધ કામનો પ્રારંભ : બપોરે ૩.૪૫ વાગ્યે અમૃત પાર્ટી પ્લોટ, કુવાડવા રોડ ખાતે સંયુકત ડાયસ કાર્યક્રમ

રાજકોટ તા. ૧૩ : રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન, માર્ગ અને મકાન વિભાગ, શહેર પોલિસ તથા રૂડાના સંયુકત ઉપક્રમે જુદા-જુદા ૧૭૬ કરોડના વિકાસ કામોના ખાતમુહુર્ત, લોકાર્પણ તથા ઉજ્જવલ યોજના-૨ હેઠળ રાજકોટની બહેનોને ગેસ કનેકશન અર્પણ વિધિ સહિતના કાર્યક્રમો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં તા. ૧૫ના બપોરે ૩.૪૫ કલાકે અમૃત પાર્ટી પ્લોટ, કુવાડવા રોડ ખાતે યોજાશે.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર આર.ડી.સોલંકી, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, બાગ બગીચા અને ઝુ સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી, હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને કલીયરન્સ સમિતિ ચેરમેન જયાબેન ડાંગર, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવરાજભાઈ મકવાણા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ શહેર પોલીસ તથા રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળના સંયુકત ઉપક્રમે જુદા-જુદા વિકાસ કામોના ખાતમુહુર્ત, લોકાર્પણ તથા ઉજ્જવલા યોજના-૨ હેઠળ રાજકોટની બહેનોને ગેસ કનેકશન અર્પણ વિધિ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

કોર્પોરેશનના વિવિધ પ્રોજેકટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૭૬ કરોડના ખર્ચે EWS ૧૧૨૦ આવાસોનું લોકાર્પણ, રૂ.૨.૦૮ કરોડના ખર્ચે મહિલા સ્વીમીંગ પુલનું લોકાર્પણ, રૂ.૨.૬૬ કરોડના ખર્ચે પી.એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કુલના નવા બિલ્ડીંગનું લોકાર્પણ, રૂ.૪૩.૨૪ કરોડના ખર્ચે ગવરીદડ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ, રૂ.૧૨.૧૮ કરોડના ખર્ચે વોર્ડ નં.૧૮માં જુદી જુદી ૩ જગ્યાએ ESR-GSRનું ખાતમુહુર્ત, રૂ.૨.૭૧ જુદા જુદા વિસ્તારોમાં બગીચાઓનું ખાતમુહુર્ત કરવામાં આવશે.

શહેરી વિકાસ સત્તા મંડળ

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા રૂ.૧.૭૮૧૧ કરોડના ખર્ચે કાલાવડ રોડથી ગોંડલ રોડને જોડતા રીંગ રોડ-૨ (ફેઝ-૨) ઉપર પારડી ગામ મુકામે હાઈલેવલ બ્રિજનું ખાતમુહુર્ત, રૂ.૨.૬૦૧૧ કરોડના ખર્ચે ટી.પી. સ્કીમ નં.૨૦  + ૨૧ (મુંજકા)માં રીંગ રોડ-૨ થી અવધ રોડને જોડતા ૧૮ મી., ૨૪મી. ના મેટલીંગ રોડનું ખાતમુહુર્ત, રૂ.૫.૨૯૦૮ કરોડના ખર્ચે રાજકોટ કાલાવડ (SH-23) રોડમાં સત્તામંડળ હસ્તકના ૩.૧૨૦ કિ.મી. લંબાઈનું ૬(છ) લેનમાં વિસ્તૃતિકરણ કામનું ખાતમુહુર્ત, રૂ.૨.૧૮૭૮ કરોડના ખર્ચે ખરેડીથી મઘરવાડા અને ગુંદા વિલેજને જોડતા મેટલીંગના રસ્તા પર ડામર કામ કરવાના કામનું ખાતમુહુર્ત કરવામાં આવશે.

માર્ગ અને મકાન વિભાગ

માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૮.૯૮૮૨ કરોડના ખર્ચે ગવર્મેન્ટ એન્જી.કોલેજ ખાતે સિવિલ બ્લોકનું ખાતમુહુર્ત, રૂ.૫.૭૮૬૧ કરોડના ખર્ચે સરકારી ઈજનેરી કોલેજ, રાજકોટ ખાતે એનેક્ષી બિલ્ડીંગના કામનું ખાતમુહૂર્ત, રૂ.૬.૦૨૩૬ કરોડના ખર્ચે યુનિવર્સિટી રોડ પરની રાજકોટ ડિસેબલ આઈ.ટી.આઈ.(પી.એચ.)ના કામનું ખાતમુહુર્ત કરવામાં આવશે.

પોલીસ વિભાગ

રાજકોટ શહેર પોલીસ વિભાગ દ્વારા રૂ.૨.૩૩૭૯ રાજકોટ શહેરના કુવાડવા ખાતે (અર્બન) પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, રૂ.૨.૧૩૬૩ કરોડના ખર્ચે રાજકોટ શહેર ખાતે ઙ્કબીઙ્ખ ડીવીઝન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળ, માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ શહેર પોલીસ વિભાગના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉજ્જવલા યોજના-૨ હેઠળ રાજકોટની બહેનોને ગેસ કનેકશન અર્પણ વિધિ કાર્યક્રમ કરવામાં આવશે. તેમાં અંતમાં તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર બિના જે. આચાર્ય ઉપસ્થિત રહેશે. તેમજ આ કાર્યક્રમની પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચો રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી તેમજ અતિથિ વિશેષ તરીકે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.(૨૧.૨૪)

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કાલથી ર દિ' રાજકોટમાઃ સત્તાવાર કાર્યક્રમ જાહેરઃ પ્રોટોકોલ અંગે સૂચના

રાજકોટ તા.૧૩: રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ સાંજથી ર દિવસ રાજકોટ આવી રહયા છે, તેમનો સતાવાર કાર્યક્રમ જાહેર કરાયો છે, કલેકટરે દરેક કાર્યક્રમ સંદર્ભે મામલતદાર-ડે. મામલતદારોને લાયઝન પ્રોટોકોલ-નોડલ ઓફીસરો તરીકે ફરજ બજાવવા, સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અંગે સૂચના આપી છે. કાર્યક્રમ આ મુજબ છે.

સાંજે ૫:૪૫ વાગ્યે રાજકોટ આગમન...

સાંજે ૬:૦૦ વાગ્યેઃ કચ્છી સમાજનો પેડક રોડ અટલ બિહારી વાજપેંયી કાર્યક્રમ.

સાંજે ૭:૦૦ વાગ્યેઃ રામાપીર મંદિરે વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં હાજરી.

રાત્રે ૭:૪૫ વાગ્યેઃ - રાજકોટ વિસ્તારના કાર્યકરો સાથે આત્મીય કોલેજના હોલમાં મિટીંગ.

રાત્રે ૯:૧૫ વાગ્યે સરકીટ હાઉસમાં આરામ.

રવિવાર

સવારે ૯:૩૦ વાગ્યેઃ બી ડિવીઝન પોલીસ સ્ટેશનનો અટલ બિહારી વાજપેયી હોલમાં કાર્યક્રમ.

સવારે ૯:૪૫ વાગ્યે સ્માર્ટ સીટી અંગે કાર્યક્રમ.

સવારે ૧૧:વાગ્યે જૈન મુની નમ્રમુની મહારાજના ચાતુર્માસ કાર્યક્રમ-રોયલ પાર્ક.

બપોરે ૧૨:૧૦ વાગ્યે આઇ.એમ. ન્યુ. ગુજરાતી કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ.

બપોરે ૧:૧૦ વાગ્યેઃ સરકીટ હાઉસમાં આરામ.

બપોરે ૩:૩૦ વાગ્યેઃ આલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે મ્યુઝીયમની મુલાકાતે.

સાંજે ૪:૪૫ વાગ્યેઃ મ્યુ. કોર્પોરેશન કાર્યક્રમ અમૃત પાર્ટીપ્લોટ.

સાંજે ૬:૦૦ વાગ્યેઃ અમદાવાદ જવા રવાના.

(4:19 pm IST)