Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

કુવાડવા સહકારી મંડળીમાં કોંગીના સુપડા સાફ : હવે ભાજપનું શાસન

૨૨ વર્ષથી શાસન હતુ : ખેડૂતોની તમામ સમસ્યાઓ અને દરેક પ્રશ્નોને વાચા આપીશુ : અરવિંદભાઈ રૈયાણી

રાજકોટ, તા. ૧૩ : કુવાડવા જૂથ સહકારી મંડળી લી.ની વ્યવસ્થાપક કમીટીની ચૂંટણીમાં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રૈયાણી (મો. ૯૮૭૯૧ ૬૨૫૪૫)ની પેનલનો ભવ્ય વિજય થયો છે.

કુવાડવા સહકારી મંડળીમાં ૨૨ વર્ષથી કોંગ્રેસનું શાસન હતું તેમના સુપડા સાફ કરી ભાજપના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રૈયાણીની પેનલનો બહુમતીથી ભવ્ય વિજય થયેલ છે. આ સંદર્ભે અરવિંદભાઈ રૈયાણી, ભરતભાઈ કાકડીયા, રમેશભાઈ ઢોલરીયાએ કુવાડવા, ગુંદા, કુચીયાદળ, રામપરા - બેટી, હીરાસરના ખેડૂતોએ આ પેનલ ઉપર જે વિશ્વાસ મૂકયો તે બદલ આભાર વ્યકત કર્યો હતો. તેઓએ જણાવેલ કે ખેડૂતોની દરેક સમસ્યાનો ઉકેલ આવે, અને ખેડૂતોના દરેક પ્રશ્નનને વાચા આપશુ.

તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે અરવિંદભાઈ રૈયાણી, ભરતભાઈ કાકડીયા, રમેશભાઈ ઢોલરીયા, મુકેશભાઈ કાકડીયા, કાંતિલાલ અજાણી, નારણભાઈ કાકડીયા, અશોકભાઈ રૈયાણી, જેન્તીભાઈ સોજીત્રા, ઠાકરશીભાઈ દુધાત્રા, વિનુભાઈ જાડા, સુખાભાઈ ભાલગામડીયા, અનસુયાબેન ઢોલરીયા, લીલાબેન સોજીત્રા, શિવલાલભાઈ રામાણી, દિનેશભાઈ ચાવડા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:17 pm IST)