Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ગુરૂપ્રસાદ ચોકમાં જીપ્સી બની કચરાપેટી : સ્ટે.ચેરમેને તંત્રને ઉંઘતુ ઝડપ્યુ

વોર્ડ નં. ૧૧, ૧૩, ૧૫ના વિસ્તારમાંથી ૧૧૯ ટન કચરાનો નિકાલ : મેયર, મ્યુનિ. કમિશ્નર, સ્ટે.ચેરમેન, ડે.મેયર તથા કોર્પોરેટરોએ વોર્ડ મુલાકાત લઇ કામગીરી નિહાળી હતી

રાજકોટ તા. ૧૩ : મ્યુ. કોર્પોરેશને હાથ ધરેલી વન-ડે થ્રી વોર્ડ ઝુંબેશ હેઠળ આજે વોર્ડ નં. ૧૩ના ગુરૂપ્રસાદ વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાં ભંગાર હાલતમાં પડેલી જીપ્સી મોટરકારને લોકોએ કચરાપેટી બનાવી નાંખી. આ સ્થળનુ ન્યુ શન્સ પોઇન્ટ બનાવી નાંખ્યાનું સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે રંગે હાથ ઝડપી લઇ આ બેદરકારી સબબ જવાબદારોને નોટીસ આપવા સુચનાઓ આપી હતી.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા હાલ ચોમાસાની ઋતુને નજર સમક્ષ રાખી, જાહેર સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યની કાળજી લેતા, હાથ ધરવામાં આવેલ 'વન ડે-થ્રી વોર્ડ' અભિયાન અંતર્ગત આજ રોજ ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૧૫ના ૧૫૧ વિસ્તારોમાંથી ૭૪ ટન, વેસ્ટ ઝોનનાં વોર્ડ નં.૧૧ના ૧૬૯ વિસ્તારમાંથી ૧૭ ટન અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૧૩માં ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં, મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને વિવિધ કમિટીના ચેરમેનશ્રઓ, કોર્પોરેટરો, સ્થાનિક અગ્રણીઓ વિગેરેએ અલગ-અલગ વોર્ડમાં રૂબરૂ મુલાકાત લઇ, થઇ રહેલી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. આજે થયેલ કામગીરીમાં સફાઈ ઉપરાંત, ડ્રેનેજ, સિવિલ વર્ક અને આરોગ્ય શાખાની પ્રવૃતિઓ સામેલ કરવામાં આવેલ.

મેલેરીયા વિભાગ દ્વારા કામગીરી

આજ રોજ 'વન ડે–થ્રી વોર્ડ' કાર્યક્રમ અન્વયે આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના દ્વારા વોર્ડ નં.૧૫,૧૩ અને ૧૧માં  ઘરે – ઘરે ૧૧૦ ટાંકા- પી૫, અન્ય પાણી ભરેલા પાત્રો તપાસી, જયાં મચ્છરનાપોરા જોવા મળે ત્યાં પાત્રો ખાલી કરાવવામાં આવ્યા અથવા તો ૨૫૨૩ ઘરોમાં દવા છંટકાવ કરી પોરાનો નાશ કરવામાં આવેલ તથા મોટા અને ખુલ્લા રહેતા ૭૪૩ ઘરમાં પાણીના પાત્રોમાં પોરાભક્ષક ગપ્પીમાછલી મુકવામાં આવેલ.

આજની આ કામગીરીમાં મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વસરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, સેનિટેશન સમિતિ ચેરમેનશ્રી અશ્વિનભાઈ ભોરણીયા, ડ્રેનેજ સમિતીના ચેરમેનશ્રી જયોત્સનાબેન ટીલાળા, હાઉસીંગ ઈમ્પૃવ્મેન્ટ અને કલીઅરન્સ સમિતિના ચેરમેન જયાબેન ડાંગર, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ પાંભર, ડે. કમિશનર સી. કે. નંદાણી તથા ગણાત્રા તેમજ વોર્ડ નં.૧૧ના પ્રમુખ પ્રવીણભાઈ પાઘડાર, મહામંત્રી અયદાનભાઈ બોરીચા, સંજયભાઈ દવે, વોર્ડ નં.૧૩ના પ્રભારી રાજુભાઈ બોરીચા, પ્રમુખ હરસુખભાઈ ચોવટિયા, મહામંત્રી સંજયસિંઘ વાઘેલ, યુંગેશભાઈ ભુવા તથા વોર્ડ નં.૧૫ના પ્રભારી માવજીભાઈ ડોડીયા, પ્રમુખ ભીખુભાઈ ડાભી, મહામંત્રી રત્નાભાઈ મોરી, મહેશભાઈ બથવાર તેમજ સીટી એન્જી. એમ. આર. કામલીયા, સીટી એન્જી. એચ.યુ.દોઢીયા, નાયબ આરોગ્ય અધિકારી ડાઙ્ખ. વીસાણી, નાયબ આરોગ્ય અધિકારી ચુનારા, નાયબ ૫ર્યાવરણ ઇજનેર ડી. યુ. તુવર, પ્રજેશ સોલંકી તેમજ વોર્ડના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:14 pm IST)
  • ગતરાત્રે 9 વાગ્યે રાજકોટની આજી નદી બે કાંઠે :રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ફરી વળ્યાં :ન્યારી-1 ડેમ મધ્યરાત્રિ સુધીમાં અડધો ભરાઈ જાય તેવી જોરદાર પાણીની આવક ચાલુ access_time 5:59 pm IST

  • સુરત કતારગામ વિસ્તારની ઘટના : સ્કૂલ વેનની સીએનજી ગાડીના પાઇપમાં આગ લાગતા 10 વિદ્યાર્થીનીઓ પગના ભાગે ગંભીર રીતે દાઝી :વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ access_time 10:03 pm IST

  • જાફરાબાદના ટીમ્બિમા ધોધમાર વરસાદના પગલે રૂપેણ નદીમાં ઘોડાપુર access_time 11:59 am IST