Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ત્રિકોણબાગ સામેની શ્રી નિવાસ મિલ્કત કેસને રીમાન્ડ કરતા પ્રાંત અધિકારીઃ ખરીદનારાઓ પાસેથી વાંધા મંગાવ્યા

સીટી સર્વે દ્વારા પ્રાંત અધિકારીના હુકમની નોંધ પડાઈઃ બશીર લાખાણીની અપીલ હાલ મંજુર

રાજકોટ, તા. ૧૩ :. શહેરના ત્રિકોણબાગ સામે આવેલ ધ ગ્રેટ ઈન્ડીયન વેલ્કેનાઈઝીંગ, લાખાણી રેડીયો, યુનિવર્સલ, ન્યુ ટેક દુકાનો ધરાવતી 'શ્રી નિવાસ' નામની મિલ્કત સંદર્ભે ચાલતા વિવાદમાં સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટના હુકમને નાયબ કલેકટર શ્રી એ.ટી. પટેલ રીમાન્ડ કર્યો છે.

ડે. કલેકટરશ્રી સમક્ષ અપીલ કેસમાં સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ દ્વારા જમીનના રેકર્ડની એસ.આઈ. કેસ ફાઈલ ગુમ હોવા ઉપરાંત ચાલુ અપીલે મિલ્કતનું બીજી વખત વેંચાણ થયાનું જણાવ્યું હતું.

ડે. કલેકટર એ.ટી. પટેલે અરજદાર બશીરભાઈ લાખાણીની અપીલ અરજી અંશતઃ મંજુર રાખી સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટના તા. ૧૦-૩-૧૬ કેસ નં. ૨/૧૫-૧૬માં કરેલા હુકમ સામે અરજદાર પાસેથી નવેસરથી આધાર-પુરાવાઓ મેળવવા કેસને રીમાન્ડ કર્યો હતો. જેના અનુસંધાને સીટી સર્વે કચેરી દ્વારા મિલ્કતના પ્રોપર્ટી કાર્ડમાં પ્રાંત ઓફિસરના હુકમની નોંધ નં. ૬૦૧૯ તા. ૨૧-૬-૨૦૧૮થી કરી ખરીદકર્તાઓ પાસેથી વાંધા મંગાવી ૩૦ દિવસનો સમય આપેલ છે.

(3:57 pm IST)