Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

કોંગ્રેસ દ્વારા રાજકોટમાં સૌરાષ્ટ્ર કક્ષાનાં કન્ટ્રોલ રૂમનો પ્રારંભ

વાયુ વાવાઝોડુ અને ભારે વરસાદની આગાહીનાં પગલે : પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, મહીલા કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા-શહેર પ્રમુખ અશોક ડાંગર સહિતનાં હોદેદારો-ધારાસભ્યો-આગેવાનો કાર્યકરો પ્રજાની મદદ માટે સતત ખડેપગે

રાજકોટ તા. ૧૩ :.. સૌરાષ્ટ્ર-કચ્છમાં વાયુ વાવાઝોડુ અને ભારે વરસાદની આગાહીનાં પગલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટમાં સૌરાષ્ટ્ર કક્ષાનો હેલ્પ લાઇન કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે.

આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઇ વોરા, જીલ્લા પંચાયત પ્રમુખ અર્જુનભાઇ ખાટરીયા, રાજકોટ મ.ન.પા. વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાની યાદી જણાવે છે કે, હાલ સમગ્ર ગુજરાતમાં વાયુ વાવાઝોડા ત્રાટકવાને પગલે તંત્ર દ્વારા હાઇ એલર્ટ આપવામાં આવેલ હોય અને સમગ્ર ગુજરાતમાં આઠ નંબર અને નવ નંબરનું સીગ્નલ આપવામાં આવેલ હોય તે અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ ચાવડા દ્વારા આજરોજ સૌરાષ્ટ્રનો કોંગ્રેસ પક્ષનો કંટ્રોલ રૂમ ખોલવામાં આવેલ છે. અને કંટ્રોલ રૂમમાં ફરીયાદ નોંધાવવા અને આપાતકાલીન સ્થીતિમાં મદદ માટે કોંગ્રેસનાં ધારાસભ્યો પ્રદેશ પ્રમુખનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

જેમાં અમીતભાઇ ચાવડા, મો. ૯૯રપ૦ ર૦૦૮૭, નૌષાદભાઇ સોલંકી ધારાસભ્ય મો. ૯૮રપર ર૪ર૪૦, ઋત્વીકભાઇ મકવાણા ધારાસભ્ય મો. ૯૪ર૬૯ ૮પ૦ર૬, બ્રીજેશભાઇ મેરજા ધારાસભ્ય મો. ૯૮૭૯પ ર૩૦૮૦, અશોકભાઇ ડાંગર શહેર પ્રમુખ ૯૮ર૪ર ૧૦પ૬૭, મો. વશરામભાઇ સાગઠીયા વિપક્ષ નેતા મો. ૯૮રપ૧ ૬પ૧૯૧ તથા  હિતેષભાઇ વોરા ૯૯ર૪૮ ર૭ર૭૬, અર્જુનભાઇ ખાટરીયા ૯૭૧૪૦ પપપપપ ડો.હેમાંગભાઇ વસાવડા ૯૮ર૪૦ ૪૧પ૧૪, ગાયત્રીબા વાઘેલા ૭૬૯૮૦૦ ૩૦૦૬, જશવંતસિંહ ભટ્ટી ૯૮રપર રર૦રર, ભોળાભાઇ ગોહીલ ૯૪ર૭ર ૬૯૮૪૮, અવસરભાઇ નાકીયા ૯૯૧૩૩ ૮૪પપ૬, દિનેશભાઇ મકવાણા ૯૮રપર ૧૭૭૧૩, મહેશભાઇ રાજપુત ૯૮ર૪૪ ૦૮૦૦૪, સુરેશભાઇ બથવાર ૯૯૭૯૧ ૯પ૦૦૭ વગેરેનો સંપર્ક કરવાથી તુરત જ મદદ મળી શકશે.

આ સૌરાષ્ટ્ર જીલ્લા કંટ્રોલરૂમ જીલ્લા પંચાયત પ્રમુખનો બંગલો કલેકટર કચેરીની બાજુમાં ટેલીફોન નંબર ૦ંર૮૧ર૪૭૬ર૯૯ શરૂ થઇ ગયો છે.

દરમિયાન આજે પ્રદેશ પ્રમુખ અમીતભાઇ ચાવડાએ ગીર સોમનાથ જીલ્લા કલેકટર, પોરબંદર કલેકટર, દેવભુમી દ્વારકા કલેકટર મોરબી કલેકટર વગેરે સાથે ટેલીફોનીક સંપર્ક સાધ્યો હતો અને પરીસ્થિતિનો અહેવાલ મેળવ્યો હતો તેમ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું હતું.

(4:11 pm IST)