Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

બાઇક ચોરી કરી પર્સ અને મોબાઇલની ચીલ ઝડપ કરનાર બે ઝડપાયાઃ ૧૧ ગુનાનો ભેદ ખુલ્યો

તૈયબ ઉર્ફે તૈયબાનું નામ ખુલ્યું: સમીર બ્લોચ અને સગીરને ક્રાઇમ બ્રાંચે લીમડા ચોક પાસેથી દબોચ્યાઃ સમીરની અગાઉ હત્યાની કોશીષ, લૂંટ, ચોરી અને ચીલઝડપના ગેરકાયદેસર હથિયાર સહિતના ગુન્હામાં સંડોવણી :હેડ કોન્સ અભીજીતસિંહ, ડાયાભાઇ, વિરદેવસિંહ અને ઇન્દ્રજીતસિંહની બાતમી

રાજકોટ તા. ૧૩: શહેરમાં કાલાવડ રોડ, સરદારનગર, જંકશન મેઇન રોડ, રણછોડનગર સહિત વિસ્તારોમાં બાઇક ચોરી કરી મહિલાઓના પર્સ અને મોબાઇલની ચીલ ઝડપના ૧૧ ગુનાનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી બે શખ્સોને ઝડપી લીધા છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર ચૌધરી, ડીસીપી રવી મોહન સૈની તથા મનોહરસિંહ જાડેજા અને એસીપી જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડ કોન્સ રાજેશભાઇ બાળા, સામતભાઇ ગઢવી, અભિજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, ડાયાભાઇ બાવળીયા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને ઇન્દ્રમજીતસિંહ ગોહીલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. અભીજીતસિંહ, ડાયાભાઇ, વિરમદેવસિંહ અને ઇન્દ્રજીતસિંહને મળેલી બાતમીના આધારે લીમડા ચોક શાસ્ત્રી મેદાન પાસેથી સમીર કાસમભાઇ બ્લોચ (ઉ.વ.રપ) (રહે. સદર બજાર હરીહર ચોક ઘોડાગાડી સ્ટેન્ડ સામે દાતારના તકીયામાં) અને એક સગીરને બે ચોરાઉ બાઇક અને પાંચ મોબાઇલ સાથે પકડી લીધા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા ૧૧ ચીલઝડપનો ભેદ ઉકેલાયઇો હતો. સમીર અને તેના સાગરીતે છેલ્લા અઢાર દિવસમાં કાલાવડ રોડ પ્રીન્સેસ સ્કુલની બાજુમાંથી બાઇક ચોરી કરી માલવીયાનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી મહિલાના પર્સની ચીલઝડપ તથા સરદારનગરમાંથી જંકશન મેઇન રોડ પર, રણછોડનગર શેરી નં. ૭ માંથી મહિલાના પર્સ અને મોબાઇલની ચીલઝડપ અને એ ડીવીઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી બે સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી કર્યાની કબુલાત આપી હતી. બંનેની પૂછપરછમાં તૈયબ ઉર્ફે તૈયબો સુલેમાનભાઇ જુણાચ (રહે. હુડકો કવાર્ટર જામનગર રોડ સાંઢીયાપુલ પાસે) નું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. સમીર બ્લોચ અગાઉ હત્યાની કોશિષ, ગોરકાયદેસર હથિયાર, લૂંટ, મારામારી, ફોન પર ગાળો આપવી, ચીલઝડપ, બાઇક ચોરીના તેર ગુન્હામાં પકડાઇ ચૂકયો છે. અને તે અગાઉ પાસામાં પણ જઇ ચૂકયો છે જયારે તેનો સાગરીત અગાઉ હત્યાની કોશિષના ગુન્હામાં પકડાઇ ચૂકયો છે આ અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

(4:00 pm IST)
  • જેતપુરમાં આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે ધીમીધારે વરસાદ access_time 4:29 pm IST

  • મોડીરાત્રે જૂનાગઢમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ :વેરાવળમાં પણ વરસાદ ચાલુ ; જૂનાગઢના વંથલી સહિતના પંથકમાં મેઘરાજાની પધરામણી : કેશોદ અને જેતપુરમાં પણ વરસાદના અહેવાલ access_time 1:04 am IST

  • રાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST