Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

અસરગ્રસ્તોની ખેવનાઃ ટીમ ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફુડ પેકેટનું વિતરણ

રાજકોટઃ ગુજરાતના સમુદ્ર કિનારે વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકાર સર્તક બની રાહત બચાવ માટે આર્મી, કોસ્ટગાર્ડ, નેશનલ ડિઝાસ્ટર રેસ્કયુ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રેસ્કયુ ફોર્સ, નેવી અને તટરક્ષક દળને એલર્ટ રહેવા સહીતના આદેશ કરાયા છે. ત્યારે શહેર ભાજપ દ્વારા આ સંભવિત વાવાઝોડાની અસર ધ્યાનમાં રાખી સમગ્ર સૌરાષ્ટ્રભર માટે શહેર ભાજપ કાર્યાલય, રાજકોટ મહાનગર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને સ્ટેન્ડ ટૂ રખાયા છે. શહેરના થોરાળા સહીતના વિસ્તારોમાં મધરાત્રે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં શહેર ભાજપ દ્વારા મુલાકાત લઇ અસરગ્રસ્તોને શાળા તેમજ સલામત સ્થળોએ ખસેડી તેઓને ફુડ પેકેટોનું વિતરણ કરાયું હતું. આ તકે મહામંત્રી કીશોર રાઠોડ, વિક્રમ પુજારા, ભીખુભાઇ ડાભી, મહેશ બથવાર, રત્નાભાઇ મોરી, નાનજીભાઇ પારધી, મહેશ અઘેરા, વરજાંગ હુંબલ, બીપીન સોલંકી, દેવજીભાઇ ખીમસુરીયા, વિનોદ કુમારખાણીયા, મૌલીક પરમાર, ઉજેશ દેશાણી સહીતના સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા.

(3:50 pm IST)