Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

'પરમાર રાજવંશનો સંક્ષિપ્ત ગૌરવમય ઇતિહાસ પુસ્તક'નું વિમોચનઃ પ્રતિભાઓનું સન્માન

રાજકોટઃ ઝાલાવાડનાં થાનમાં રહેતા બળવંતસિંહ જેઠુસિંહ પરમાર તથા સરામાં રહેતા અનિરૂધ્ધસિંહ ગંભીરસિંહ પરમાર દ્વારા પ્રકાશિત અને અને રામસિંહ દહિયા(જોધપુર)દ્વારા લિખિત ''પરમાર રાજવંશનો સંક્ષિપ્ત ગૌરવમય ઇતિહાસ''નાં પુસ્તકનું વિમોચન અને સામાજીક ક્ષેત્ર કાર્યરત ૩૬ વ્યકિતઓનાં સન્માનો કર્યાક્રમ ''રાજપુત પ્રતિભા સમારોહ'' અંતર્ગત વઢવાણ નિવાસી અને ઝાલાવાડનાં ઇતિહાસવિદ તથા ગાયત્રી ઉપાસક ડો. ઇન્દ્રવદન આચાર્ય (શ્રી સ્વરૂપાનંદજી-મોડી)જયાં બિરાજીત છે તે સિધ્ધ ગાયત્રી શકિતપીઠ, રાજકોટ ખાતે વેદમાતા ગાયત્રીનાં જન્મોત્સવનાં પવિત્ર દિવસે રજવાડી વાતવરણમાં યોજાઇ ગયો. સૌ પ્રથમ અધ્યક્ષ સ્થાળે બિરાજીત પૂ. શ્રી સ્વરૂપાનંદજીનું ફુલહાર અને શાલથી સ્વાગત ચુડા સ્ટેટ ઠાકોર શ્રી કૃષ્ણકુમારીસિંહજી ઝાલા અને આ પુસ્તકનાં લેખક શ્રી રામસિંહજી દહીયા(જોધપુર)દ્વારા કરવામાં આવ્યું. તે પછી શ્રી રામકુષ્ણ આશ્રમનાં અધ્યક્ષશ્રી સ્વામી નિખિલેશ્વરાનંદજી અને વાંકાનેર ગાયત્રી શકિતપીઠનાં અધ્યક્ષ શ્રી અશ્વિનભાઇ રાવલનું સ્વાગત ફુલહાર અને શાલથી કાર્યક્રમનાં અયોજક બળવંતસિંહ પરમાર(થાન)અને અનિરૂધ્ધસિંહ પરમાર(સરા)દ્વારા કરવામાં આવ્યું. વિશિષ્ટ અતિથી તરીકે પધારેલા ચુડા સ્ટેટ ઠાકોર શ્રી કૃષ્ણકુમારસિંહજી ઝાલા, તથા સુકેતુસિંહજી ઝાલા ઓફ ચુડા સ્ટેટનું સ્મૃતિ ચિહન, તલવાર અને ગાયત્રી મંત્રજાપની કવરાણી નિલાદેવી સુકેતૃસિંહજી ઝાલા ઓફ ચુડા સ્ટેટને માતાજીની સાડી પૂ.શ્રી માડીનાં પૂત્રવધૂ શ્રીમતી નયનાબેન આચાર્ય દ્વારા ભેટ આપવામાં આવી. ઝાલાવાડ ક્ષત્રિય સમાજ, સુરેન્દ્રનગર અને માઘાણી સમાજનાં પ્રમુખ ડો. રૂદ્રદતસિંહજી ઝાલાનું તલવારથી સન્માન કરવામાં આવ્યું તથા પૂ.શ્રી સ્વરૂપાનંદજી (ડો. ઇન્દ્રવદનઆચાર્ય)દ્વારા ડો. રૂદ્રદતસિંહ ઝાલાનું વેદમાતા ગાયત્રી પ્રશસ્તિપત્ર, ગાયત્રી મંત્રજાપની શાલ અને પૂ.શ્રી માડી દ્વારા લખાયેલ પ્રમાણભૂત પી.એચ.ડી. ગ્રંથ ''સૌરાષ્ટ્રમાં ઝાલા રાજવંશનનાં શાસનનો ઇતિહાસ'' ભેટ આપવામાં આવ્યો. નરેન્દ્રસિંહ રાણા(દુધરેજ)નું તલાવારથી સન્માન પૂ. માડી દ્વારા  કરવામાં આવ્યું. રાજપૂતી પરંપરા પ્રમાણે અતિથીઓનું સાફાથી સન્માન કરવામાં આવ્યું. જેમાં સર્વશ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ, સુરેન્દ્રનગરનાં મંત્રીશ્રી હરપાળસિંહ ઝાલા (ઝાંપોદર), ડો. યોગેન્દ્રસિંહ રાણા (થાન), મૂળી ચોવીસી પ્રમુખશ્રી અનિરૂધ્ધસિહ પરમાર તથા મંત્રીશ્રી રાજેન્દ્રસિંહ પરમાર તથા રાજસ્થાનથી પધારેલા અન્ય અતિથીઓનું પણ સાફાથી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભવો દ્વારા પરમાર રાજવંશની સંક્ષિત ગૌરવમય ઇતિહાસ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. રાજપુત પ્રતિભા સન્માન સમારોહ કાર્યક્રમ અંતર્ગત સન્માનિત કરવામાં આવ્યા. જેમાં સર્વપ્રથમ એક મહિલા હોવાનાં નામે શ્રી મતિ નયનાબેન મનોજકુમાર આચાર્ય (લીલાપુર), ડો. રૂદ્રદતસિંહ ઝાલા(પ્રમુખ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ, નરેન્દ્રસિહ રાણા (દુધરેજ), ડો. યોગેન્દ્રસિંહ રાણા(કડુ), રાજેન્દ્રસિંહ પરમાર (મૂળી), દિપસિંહ સિસોદીયા, રણજીતસિંહ સિસોદીયા, બહાદુરસિંહ સિસોદીયા (સુરેન્દ્રનગર), ગંભીરસિંહ ઝાલા (સચાણા), ભીખુભા માનસિંહ ઝાલા(ધામળેજ) મનહરસિંહ ઝાલા (ઝિંઝુવાડા), સુરૂભા ઝાલા (ઝિંઝુવાડા), રૂપસિંહ સોલંકી (લિંબડી), બળવંતસિંહ પરમાર(થાન), અનિરૂધ્ધસિંહ પરમાર(સરા), મનોજકુમાર આચાર્ય (વઢવાણ), પ્રતાપદાન રત્નુ (અઘેડી), પ્રવિણસિંહ જાડેજા (સોળીયા), યશવંતસિંહ રાઠોડ, (સેમલીયા), કિશોરસિંહ જેઠવા (પાડાવદર), ડો. રામજીભાઇ સાવલીયા (કાથરોટા), વિક્રમસિંહ સિસોદીયા (રાજકોટ), પ્રદિપસિંહ ધારવત (આમથલા), હરીસિંહ પવાર (આબુ), એન્જીનીયર જાલમસિંહ સોઢા (જસાઇ), શિવાપાલસિંહ ચુંડાવત (ભોપાજી કા ખેડા), શેરસિંહ દહીયાવત (રામપુરા), જયસિંહ પરમાર (ખડી), ગોપાલસિંહ રાઠોડ (જાલસુ કલા), વિક્રમસિંહ બિહોલા (વહેલાલ)નો સમાવેશ થયા છે. ત્યાર પૂ.શ્રી સ્વરૂપાનંદજી તથા પૂ. શ્રી નિખિલેશ્વરાનદજી દ્વારા શુભાશીવચન પાઠવવામાં આવ્યા. જયારે ઘાર સ્ટેટ મહારાજા શ્રીમંત હેમેન્દ્રસિંહજી પવારનું અમેરિકા ખાતે રોકાણ લંબાઇ જતા તથા અનિવાર્ય સંજોગોને  લીધે દાંતા સ્ટેટ યુવરાજ શ્રી સિધ્ધરાજસિંહ પરમાર કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી શકયા બંન્નેનો વિડિયો સંદેશ લેપટોપમાં પ્રસારિત કરવામાં આવ્યો. મુળી સ્ટેટ ઠાકોરનો પણ શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રાસંગીક પ્રવચન વણોદ સ્ટેટ ઠાકોર ઇનારયતખાજની મલેક રાઠોડ, ડો. રૂદ્રદતસિંહ ઝાલા (પ્રમુખ ઝાલાવાડ ક્ષત્રીય સમાજ, સુરેન્દ્રનગર), રામસિંહ દહીયા (પ્રધાન સંપાદક કૈ. વાય સંદેશ પત્રિકા જોઘપુર), પ્રવિણસિંહ જાડેજા(તંત્રીશ્રી પથ પ્રકાશ અને પ્રેરણા, રાજકોટ), યશવંતસિંહ રાઠોડ (તંત્રીશ્રી સંકલ્પશકિત, રાજકોટ), ડો. રામજીભાઇ સાવલિયા (પુરાવત્વવિદ, પૂર્વ અધ્યક્ષ- ભો.જે. વિદ્યાભવન તથા પ્રોફેસર-માર્ગદર્શક ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ), અનુરાઘાબા પરમાર (ઝાલા), હરીસિંહ સિસોદીયા, જલમસિંહ સોઢાએ કર્યુ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ તરફથી ઇતિહાસ ભવનનાં વડા ડો. પ્રફુલ્લાબેન રાવલ તરફથી પૂ.શ્રી માડીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. તે જ રીતે દુધરેજ પીરવાર તરફથી સુખદેવસિંહ રાણાએ પણ પૂ.શ્રી શાલ ઓઢાડી સન્માન કર્ય હતું. એક સમયે કાઠીયાવાડનાં રજવાડાઓનાં રેકોર્ડઝ સાચવનાર અને હાલમાં પણ કાર્યરત રહેલી રાજકોઠ અભિલેખાગાર કચેરીનાં અધ્યક્ષશ્રી બી.જી. ડામોર, સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતા લોકપ્રિય સાપ્તાહીક સમયનાં લેખક અને પત્રકાર મનોજ પંડયા તથા નવકાર સાપ્તાહિકનાં સંપાદક અને પત્રકાર ભરત પંડયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મુળી ચોવીસી પરમાર ક્ષત્રિય સમાજ, રાજકોટનાં ખજાનચી કનકસિંહ પરમાર, ચંદ્રવિજયસિંહ રાણા (અણીટીંબા), તીર્થકર રોહડીયા (જેતપુર), ભીનુભાઇ ખવડ (સેજકપર)તથા પાકિસ્તાન, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી પાઘારેલા અનેક રાજપૂત ભાઇઓની હાજરી નોંધપાત્ર હતી. સાડા ત્રણ કલાક ચાલેલા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ રાજેન્દ્રસિંહ ઝાલા (ઘણાદ, હાલ સુરેન્દ્રનગર)એ કયું હતું. આભારવિધી રાજેન્દ્રસિંહ પરમાર (મૂળી)દ્વારા કરવામાં આવી હતી. અંતમાં વેદમાતા ગાયત્રીની આરતી કરીને સૌએ ભકિતભાવપૂર્વક ભાગ લઇને આ જન્મોત્સવ મનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બહાદુરસિંહ સિસોદીયા (સરા)અને પૂ.શ્રી માડીનાં સુપુત્ર મોનજ આચાર્યએ અથાગ મહેનત કરી હતી. અંતમાં અન્નપૂર્ણા ભોજનાલયમાં સંચાલક શ્રીમતિ નયનાબેન આર્ચાર્ય દ્વારા સ્વાદિષ્ટ ભોજન વ્યવસ્થા કરાઇ હતી.

(3:47 pm IST)