Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

મારામારીના ગુન્હામાં સામેલ હિંમત ઉર્ફે કાળુ બાંગા પાસામાં ધકેલાયો

રાજકોટ તા ૧૩ :  કોઠારિયારોડ, હુડકો વિસ્તારમાં મારામારીના ગુનામાં સામેલ ગઢવી શખ્સને પાસામાં ધકેલી દીધો છે. મળતી વિગત મુજબ કોઠારિયા રોડ વિસ્તારમાં મારામારીના અનેક ગુનામાં ભકિતનગર પોલીસ મથકમાં પકડાયેલા હિમત ઉર્ફે કાળુ અમુદાન લાંગા (ઉ.વ.૩૫), રહે. કોઠારિયા સોલવન્ટ કવાર્ટર નં.૯૫ મુળ હુડકો ચોકડી પાસે) ને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વોરંટ ઇસ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે ગઢવીના માર્ગદર્શન હેઠળ, પી.એસ.આઇ. પી.બી. જેબલીયા, હેડ કોન્સ. નિલેશભાઇ, ઘનશ્યામભાઇ, દિવ્યરાજસિંહ, મનિષભાઇ  તથા હોમગાર્ડના  હાર્દિકભાઇ સહિતે હિમત ઉર્ફે કાળુને પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.

(3:45 pm IST)