Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

કાગદડી ગામના દલીતને હડધુત કરી ધમકી આપવા અંગે પકડાયેલ ભરવાડ શખ્સોનો છુટકારો

રાજકોટ, તા., ૧૩: જાતીય અત્યાચાર (એટ્રોસીટી) અંગે તથા મારી નાખવાની ધમકી અંગે કાગદડીના પાંચ ભરવાડનો નિર્દોષ છુટકારો સેશન્સ કોર્ટે ફરમાવેલ હતો.

રાજકોટ તાલુકાના કાગદડી ગામે રહેતા મગનભાઇ ચનાભાઇ ચાવડા (દલીત)નાએ તા.૧૪-૩-ર૦૧રના રોજ લેખીત ફરીયાદ ટંકારાના પીએસઆઇ શ્રી પી.કે.ગલચર સમક્ષ નોંધાવેલ કે તા.૧૦-૩-ર૦૧રના રોજ તેમના જ ગામના ભરવાડ બાબુ ઉર્ફે ઓઘડભાઇ સગરામભાઇ ભરવાડના એ તેમના ઘરની બાજુમાં આવેલ સાર્વજનીક પ્લોટ નં. ૧ર કે જે ખુલ્લો છે તે પ્લોટમાં રામાપીરનું મંદિર બનાવવાનું હોય તેથી તે માટે રેતી તથા લાદીના કટકાઓ કોઇકે રાખેલા. તે રેતી તથા લાદીના કટકા હટાવી લેવા તા.૧૦-૩-ર૦૧રના રોજ આરોપી ઓઘડ ભરવાડે મગનભાઇને મારી નાખવાની ધમકી આપેલ અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી. આ જગ્યા ખાલી કરી નાખજે નહીતર સારાવાના નહી રહે અને ત્યાર બાદ આરોપીના ભાઇઓ તથા પિતાશ્રી હરજીભાઇ, નાગજીભાઇ, સગરામભાઇ મોતીભાઇ, રમેશભાઇ સગરામભાઇ રહે. બધા કાગદડી, ભરવાડો વારાફરતી આવીને ફરીયાદી મગનભાઇ ચાવડાને હડધુત કરી અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપેલ. જેથી ટંકારા પોલીસે આઇપીસી કલમ પ૦૪, પ૦૬ (ર), ૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧) (૧૦) મુજબ ફરીયાદ નોંધેલ.

સ્પે. સેસન્સ જજશ્રી (એટ્રો) પવાર મેડમે આ કેસમાં દલીલો ધ્યાને રાખી, માન્ય કરી, સરકારપક્ષે કેસ સાબીત કરી શકેલ ન હોય, અન્ય રજુ થયેલ પુરાવાઓ સરકારપક્ષને મદદરૂપ થતા ન હોય જેથી તમામ ભરવાડ આરોપીઓનો નિર્દોષ છુટકારો ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ કાગદડીના પ્રખ્યાત પાંચ ભરવાડો વતી રાજકોટના જાણીતા વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી હર્ષદકુમાર એસ.માણેક, સોનલબેન ગોંડલીયા તથા જાગૃતીબેન કેલૈયા એડવોકેટ તરીકે રોકાયેલ છે.

(3:44 pm IST)