Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજુર

આરોપી વિરૂદ્ધ સમાજ વિરોધી ગંભીર ગુનો છેઃ અદાલત

રાજકોટ, તા. ૧૩ :. અહીંના પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચરવા અંગે પોકસોના ગુનામાં પકડાયેલ આરોપી પ્રકાશ ઉર્ફે પકો રમેશભાઈ જેઠવાએ જામીન પર છુટવા કરેલ અરજીને સેસન્સ કોર્ટે રદ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે આરોપી પ્રકાશ ઉર્ફે પકો રમેશભાઈ જેઠવા વિરૂદ્ધ સગીર પીડીતાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરવા અંગે પ્ર.નગર પોેલીસમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપીએ જામીન પર છૂટવા અરજી કરતા સરકારી વકીલ પરાગભાઈ વોરાએ રજુઆત કરેલ કે, આરોપી વિરૂદ્ધ સમાજ વિરોધી ગંભીર ગુનો છે. બનાવનો ભોગ બનનાર પીડીતા સગીર વયની છે. જેનુ અપહરણ કરી પાંચ-છ દિવસ સુધી પોતાની સાથે રાખી વારંવાર દુષ્કર્મ કરી આરોપીએ આચરેલ છે.

ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ચાર્જશીટ બાદની આરોપીએ જામીન પર છૂટવા કરેલ અરજીને સેસન્સ કોર્ટે રદ કરેલ હતી.

(3:44 pm IST)
  • જેતપુરમાં આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે ધીમીધારે વરસાદ access_time 4:29 pm IST

  • રાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : રાજ્ય ના તમામ બંદર ઉપર લગાવાયા 9 નંબર નું સિગ્નલ : અતિ ભયજનક ગણાય 9 નંબર નું સિગ્નલ : પોરબંદર, જાફરાબાદ, વેરાવળ સહિત ના બંદર પર પણ ભયજનક 9 નંબર નું સિગ્નલ લગાવાયું : લોકો ને શાંતિ જાળવવા અને સાબદા રહેવા તંત્રની અપીલ access_time 8:14 pm IST