Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

આદીવાસી ગામ ભેખડીયામાં જાત મહેનતે ચેકડેમો

 રાજકોટઃ સૌરાષ્ટમાં હજારો ગામોમાં જળક્રાંતિના બીજ રોપ્યા પછી વર્ષ ૨૦૧૮ - ૨૦૧૯ માં મનસુખભાઇ સુવાગીયાએ આદીવાસી પ્રદેશમાં જળક્રાંતિનો પાયો નાંખ્યો. ગામ - ભેખડિયા તા, કંવાટ જિ. છોટા ઉદેપુર અને ગામ  - જામલી જિ. આલિરાજપુર મધ્યપ્રદેશમાં વર્ષ  ૨૦૧૮-૧૯ માં આદીવાસીની સાદી વ્યવસ્થામાં રહીને મકાઇનો સુકો રોટલો - દાળ કે ભાત ખાઇને મનસુખભાઇએ ૨૮૦ દિવસ શ્રમદમસ કર્યુ જેનાથી પ્રેરાઇને ભેખીડયા- જામલીના મજુરી કરીને  જીવતા ગરીબ આદીવાસીઓએ રાત-દિવસ શ્રમદાન  કરીને ૬ થી ૧૨ ફુટ ઉંચાઇના ૧૦૦ વર્ષ ટકાઉ ૩૦ વિશાળ ચેકડેમ બાંધ્યા. મહિલાઓના શ્રમદાનથી ત્રણ અને બાળકોના શ્રમદાન થી એક ચેકડેમ બંધાયા. આદિવાસીઓના શ્રમદાન ને વધારવા પાલા મંદિરના મહંત મુનિ શ્રી અવધુત મહારાજ  અને ૨૧ સાધુ - સંતો એ ભેખડિયા આવીને શ્રમદાન કર્યુ.૧૦૦૦ થી વધુ લોકો એ શ્રમદાન કર્યુ. મનસુખભાઇ સુવાગીયાની કોઠા સુઝની  ચેકડેમની  કોઠા સુઝની ચેકડેમની ડિઝાઇન અને ગ્રામજનોના શ્રમદાનથી સરકારી ચેકડેમોની તુલનાએ માત્ર ૧૦ થી ૧૫   ખર્ચમાં ૧૦૦ વર્ષ ટકાઉ ચેકડેમ યોજના સાકાર થઇ છે અને જળસંકટ સંપુર્ણ દુર થયું છે. હવે બારમાસી ત્રણ પાક આવશે. ગરીબ આદીવાસી ખેડુતો, ગાય - પશુધન, જીવસુષ્ટિ અને પર્યાવરણ આબાદ અને સમૃધ્ધ થશે. આ ચેકડેમ યોજના રાષ્ટ્ર અને વિશ્વ જળસંકટ નિવારણની સૌ થી સફળ યોજના બની રહી છે.

(3:38 pm IST)