Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

 સ્વ. ખીમજીભાઇ ગાંગજીભાઇ વઘેરા, હસ્તે મંજુલાબેન ખીમજીભાઇ વઘેરા, ચંદ્રકાંત વઘેરા, કાંધલ, ધ્રુવરાજ તથા રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર તથા જીલ્લાને આંખનાં મોતિયા વિહિન કરવાનાં અશ્વમેઘ સંકલ્પ પૈકી ૩૧મો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ૩૦૧ દર્દીએ ગુરૂદ્રષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. આ નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘીનો શિરો, દવા ટીંપા, ચશ્મા તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ હતા.

(3:37 pm IST)
  • સૌરાષ્ટ્રના ૬૦ તાલુકામાં વરસાદઃ ૪૮ કલાકમાં ૧૦ ઇંચ સુધીનો ભારે વરસાદ પડવા તાકીદ : ૧૩૫ થી ૧૪૦ કી.મી. ઝડપે પવન ફુંકાશેઃ લોકો ગભરાય નહિઃ સુરક્ષીત સ્થળે જ રહેવા અપીલઃ ૨૩૭૯ ગામડાઓને અસરઃ તંત્ર ખડેપગે access_time 11:37 am IST

  • જેતપુરમાં આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે ધીમીધારે વરસાદ access_time 4:29 pm IST

  • મહાદેવની કૃપાથી ધીમે-ધીમે બહાર આવી રહ્યા છીએ : વિજયભાઈનું સતત મોનીટરીંગ : નીતિનભાઈ ભારદ્વાજ : ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સોમનાથદાદાના દર્શને ગયા છે. તેઓએ જણાવેલ કે મહાદેવની કૃપાથી આપણે ધીમે - ધીમે બહાર આવી રહ્યા છીએ. કોઈ મોટી જાનહાની ન થાય તે માટે સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સતત વોચ રાખી રહ્યા છે. access_time 12:53 pm IST