Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

આર.કે.યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ વિશે વર્કશોપ

રાજકોટઃ ગુજરાત સ્ટાર્ટઅપ સેલ દ્વારા ઉદ્યોગ સાહસિક અને અન્ય પ્રવૃતિઓ દ્વારા પરસ્પર લાભદાયી ભાગીદારી ઊભી કરવામાં, સ્ટાર્ટઅપ્સને મદદ કરવાના ઉદેશ્યો સાથે, અગ્રણી ઉદ્યોગપતિઓ અને મહત્વાકાંક્ષી સ્ટાર્ટઅપ્સને કનેકટ કરવા માટે એક દિવસીય નેટવર્કિગ ઇવેન્ટ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જે ગુજરાત સ્ટાર્ટઅપ સેલ દ્વારા રાજકોટ મેનેજમેન્ટ એસોસીએશન RMA અને KMPGના સહયોગથી આર.કે.યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યું હતું. આર કે. યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રી કમિશ્નરેી સ્ટાર્ટઅપ અને નવીનીકરણ યોજના માટે એક નોડલ સેન્ટર પણ છે. RMAના અધ્યક્ષ શ્રી ચેતન કોઠારીએ ઉદ્યોગના સંયુકત કમિશ્નર શ્રી આર.ડી.બરહટ, સ્ટાર્ટઅપ સેલ-ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા અન્ય સરકારી અધિકારીઓ તેમજ રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિનું પણ સ્વાગત કર્યુ. શ્રી આર ડી બરહાતે ગુજરાત રાજયમાં સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસિકતા માટે ઇકોસિસ્ટમ વિશે સંક્ષિપ્તમાં જણાવ્યું હતું. KPMGના એસોસીયેટ ડીરેકટર શ્રી સંચિત સારાફે સ્ટાર્ટઅપ રેકિંગ માળખા માટે પેરામીટર વિશે જાણકારી આપી હતી અને એ પણ દર્શાવ્યુ હતું કે ૨૦૧૮માં તમામ રાજયોમાં ગુજરાતને પ્રથમ ક્રમાંક મળ્યો છે. ઉદ્યોગોના અગ્રણીઓ મનેશભાઇ મડેકા સિદ્વાર્થ શાહ, પ્રશાંત વોરા, રિપલ પટેલ, જયેન કોટેચા, ડેનિશ પટેલ, શ્રીમતી ઉર્વશી યાદવ, અજીત નથવાણી, હરીશ શેઠ, અન. જતિન કટારિયા ઉદ્યોગપતિ તરીકેની મુસાફરી વિશેના અનુભવને શેરકરીને સ્ટાર્ટઅપ્સ અને ઉભરતા ઉદ્યોગસાહસિકોને સંબોધ્યા હતા.

(3:36 pm IST)