Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

દાદાવાડી દેરાસરે આજે પ્રભુજીને સાચા હિરા-મોતી અને લીલા નાળીયેરની આંગી

રાત્રે ૧૨ વાગ્યા સુધી દર્શન થઇ શકશે

રાજકોટઃ તા.૧૩, ૧૯૩ વર્ષ પ્રાચીન તીર્થ શ્રી સુપાર્શ્વનાથ જિનાલય માંડવી ચોક માં આજે તા.૧૩ને ગુરૂવારના રોજ શ્રી આદેશ્વરદાદાને સાચા ડાયમંડ-હીરામોતીની ભવ્યા-તિ-ભવ્ય લાખેણી નયનરમ્ય અંગ રચના તથા રંગબેરંગી ફુલો તથા ''લીલા નાળીયેર'' અને ચાંદી સોનાના વરખની સજાવટ કરવામાં આવશે.

દર્શન રાત્રે ૧૨ કલાક સુધી થઇ શકશે. આંગીનો લાભ સ્વ. રમણીકલાલ રતીલાલ ગોસલીયા, શ્રીમતી જયોત્સનાબેન રમણીકલાલ ગોસલીયા હ. પરીન્દાબેન કેતનભાઇ ગોસલીયાએ લીધેલ છે તેમ રાજકોટ જૈન તપગચ્છ સંઘ પ્રમુખ જીતુભાઇ ચા વાળાએ યાદીમાં જણાવેલ છે. (૪૦.૨)

(11:52 am IST)
  • ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST

  • દીવમાં ૯ નંબરનું સિગ્નલ ઉતારી ૮ નંબરનું સિગ્નલ લગાવાયું: ૯ નંબરનું સિગ્નલ વાવાઝોડું આવવાની શકયતા દર્શાવે છેઃ ૮ નંબરનું સિગ્નલ ખુબ જોખમી ચેતવણી આપે છે access_time 3:47 pm IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST