Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ચોકની લાઇટો કેમ બંધ છે? કહી કુચીયાદળના સરપંચ પર પથ્થરમારોઃ તલવાર બતાવી ધમકી

મનોજ ડાભી, રવિ પાદરીયા અને જ્યંતિ મકવાણા સામે સરપંચ હરેશભાઇ આસોદરીયાની ફરિયાદ

રાજકોટ તા. ૧૩: કુચીયાદળના સરપંચ પર પર રાત્રીના ગામના જ ત્રણ શખ્સોએ ગામના ચોકની લાઇટો બંધ હોવા બાબતે ડખ્ખો કરી પથ્થરમારો કરી તલવાર બતાવી મારી નાંખવાની ધમકી આપતાં વાત પોલીસ સુધી પહોંચતા ગુનો નોંધાયો છે

કુવાડવા રોડ પોલીસે કુચીયાદળના સરપંચ પટેલ હરેશભાઇ ડાયાભાઇ આસોદરીયા (ઉ.૩૯)ની ફરિયાદ પરથી કુચીયાદળના જ મનોજ કુવરજીભાઇ ડાભી, રવિ દિનેશભાઇ પાદરીયા અને જયંતિ મકવાણા સામે આઇપીસી ૩૩૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

સરપંચ હરેશભાઇના કહેવા મુજબ પોતે રાત્રે ઘર પાસે હતાં ત્યારે ગામના મનોજ ડાભી, રવિ પાદરીયા અને જયંતિ મકવાણા આવ્યા હતાં અને 'ચોકની લાઇટો બંધ કેમ છે, ચાલુ કરાવો' તેમ કહી ઝઘડો કરી ગાળો દેતાં સરપંચે ગાળો બોલવાની ના પાડતાં તેના પર પથ્થરમારો કર્યો હતો અને તલવાર બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી. એએસઆઇ ધીરૂભાઇ કે. ડાંગર અને હેમતભાઇ ધરજીયાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:52 am IST)
  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST

  • મહાદેવની કૃપાથી ધીમે-ધીમે બહાર આવી રહ્યા છીએ : વિજયભાઈનું સતત મોનીટરીંગ : નીતિનભાઈ ભારદ્વાજ : ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સોમનાથદાદાના દર્શને ગયા છે. તેઓએ જણાવેલ કે મહાદેવની કૃપાથી આપણે ધીમે - ધીમે બહાર આવી રહ્યા છીએ. કોઈ મોટી જાનહાની ન થાય તે માટે સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સતત વોચ રાખી રહ્યા છે. access_time 12:53 pm IST

  • વાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST