Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

હમ નહિ સુધરેંગે...ભીમ અગિયારસની પૂર્વ સંધ્યાએ જુગારના પાટલા ધમધમ્યા...

રાજકોટ જીલ્લામાં ૫ સ્થળે જુગારના દરોડા ૩૨ પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા

પાટણવાવના લાઠમાં ૬, જસદણના શિવરાજપુરમાં ૮, આટકોટના બળધોઈમાં ૭, કરમાળ કોટડામાં ૩ તથા વિંછીયાના અમરાપુરમાં ૮ શખ્સો પકડાયાઃ ૫ શખ્સો નાસી છૂટયા

રાજકોટ, તા. ૧૩ :. ભીમ અગિયારસની પૂર્વ સંધ્યાએ જુગારના હાટડા પર પોલીસે ધોંસ બોલાવી હતી. રાજકોટ જીલ્લામા અલગ અલગ પાંચ સ્થળે જુગારના દરોડામાં ૩૨ પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા. જ્યારે પાંચ શખ્સો નાસી છૂટયા હતા.

 

પ્રથમ દરોડામાં પાટણવાવ પોલીસે લાઠ ગામની સીમમાં રેઈડ કરી જુગાર રમતા (૧) લખમણ ભોવાનભાઈ પરમાર રે. મજેઠી, તા. ઉપલેટા, (૨) કાના કરશનભાઈ જલુ રે. વાળાસડા, તા. માણાવદર (૩) ગોવિંદ ભોવાનભાઈ પરમાર રે. મજેઠી તા. ઉપલેટા (૪) ભરત નટુભાઈ રાવલ રે. ઉપલેટા તથા (૫) ગીરધર કાનજીભાઈ બગથરીયા રે. તલંગણા તા. ઉપલેટાને રોકડ રૂ. ૧૭૯૦૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

 

બીજા દરોડામાં જસદણ પોલીસે શિવરાજપુર ગામે રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) રસિક લાલજીભાઈ ટાઢાણી રહે. જસદણ, ચીતલીયા કુવા રોડ (૨) શાંતીલાલ ઉર્ફે કેતન બાબુભાઈ હિરપરા રહે. શ્રીનાથજી ચોક જસદણ, (૩) ભાવેશ બાબુભાઈ રૂપારેલીયા રહે. જસદણ ઠે. ચીતલીયા કુવા રોડ, લક્ષ્મણનગર (૪) હરેશ રાઘવભાઈ રાદડીયા રહે. શીવરાજપુર (૫) જગદીશ લક્ષ્મણભાઈ છાયાણી રહે. જસદણ ઠે. સરદાર ચોક રાજ બેંકવાળી શેરી (૬) સુરેશ ધીરૂભાઈ કાનાણી રહે. શીવરાજપુર (૭) વિજય વિઠ્ઠલભાઈ પડાળીયા રહે. જસદણ, ચીતલીયા કુવા રોડ, ગોવિંદનગર, (૮) રમેશ ભાણાભાઈ રાદડીયા રહે. શીવરાજપુર, તા. જસદણને ૪૨,૧૦૦ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે પકડી લીધા હતા.

ત્રીજા દરોડામાં આટકોટ પોલીસે બળધોઈ ગામે, વીડી વિસ્તાર, રાયધનભાઈ ઘુઘાભાઈ જોગરાજીયાની વાડીએ રેઈડ કરી જુગાર રમતા (૧) રાયધન ઘુઘાભાઈ જોગરાજીયા (૨) મનસુખ કાળુભાઈ કોળી, (૩) અશ્વિન રાઘવભાઈ સાકરીયા (૪) ધીરૂ કરશનભાઈ સાકરીયા (૫) વીના રાણાભાઈ જોગરાજીયા (૬) નરેશ બોઘાભાઈ કોળી તથા (૭) મુકેશ ઉર્ફે અશોકભાઈ બચુભાઈ જોગરાજીયા રે. તમામ બળધોઈને રોકડ રૂ. ૧૧૨૯૦ તથા ગંજીપત્તા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જ્યારે આ રેઈડ દરમિયાન (૮) જીગા વિરાભાઈ ખોરાણી રહે. બળધોઈ (૯) લાલજી પાંચાભાઈ સાકરીયા રહે. બળ ધોઈ તથા (૧૦) રસીક બચુભાઈ સાકરીયા નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.

ચોથા દરોડામાં આટકોટ પોલીસે કરમાળ કોટડા ગામે, સરકારી સ્કૂલના ગ્રાઉન્ડમાં રેઈડ કરી જુગાર રમતા (૧) હીરજી કુરજીભાઈ વાવડીયા રહે. કરમાળ કોટડા, તા. ગોંડલ (૨) અશ્વિન મગનભાઈ ડાભી, રહે. કરમાળ કોટડા તથા (૩) વિરેન મનસુખભાઈ સેજાણી રહે. કરમાળ કોટડાને રોકડ રૂ. ૧૦૮૯૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા. જ્યારે આ રેઈડ દરમિયાન પંકજ જેન્તીભાઈ ગોહેલ તથા કમલેશ ભરવાડ રે. બન્ને કરમાળ કોટડા નાસી છૂટયા હતા.

પાંચમા દરોડામાં વિંછીયા પોલીસે અમરાપુર ગામે રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) રાહુલ જેન્તીભાઈ કોળી, (૨) વિકાસ રઘુભાઈ તલસાણીયા, (૩) જયસુખભાઈ વિહાભાઈ તલસાણીયા, (૪) હરજી જેમાભાઈ કોળી, (૫) વિમલ વિનુભાઈ વાસાણી, (૬) રાજુ મોહનભાઈ સાકળીયા, (૭) મહેશ ગજુભાઈ ઝાપડીયા રે. તમામ અમરાપુર (૮) વિક્રમભાઈ આંબાભાઈ કોળી રે. ધારેઈ તા. ચોટીલાને રોકડ રૂ. ૨૧,૩૨૦ અને ગંજીપત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.(૨-૮)

(4:03 pm IST)
  • રાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST

  • ખંભાળિયા - પોરબંદર રોડ પર રેલવે પાટા નજીક મૃતદેહ મળ્યો:પોલીસ ઘટના સ્થળે પહોંચી :મૃતદેહને પીએમ માટે લઇ જવાયો : જુના ડેડબોડી હોવાની શંકા access_time 10:37 pm IST

  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST