Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

એકતરફી પ્રેમીએ બે પરિવારના માળા પીંખ્યા

ચંદ્રનગરમાં પમીએ ચેતન પલાણ સાળાની સગર્ભા પત્નિ એકતાને સળગાવી પોતે પણ સળગ્યો'તોઃ બંનેના મોતઃ જે ઘરમાં નવા મહેમાનના આગમન થવાની રાહ જોવાઇ રહી હતી અને ખુશીનો માહોલ હતો ત્યાં માતમ છવાયો

રાજકોટ તા. ૧૩: શહેરના એરપોર્ટ રોડ પર નરસિંહ મહેતા ઉદ્યાન પાસેના ં ચંદ્રનગર-૧માં રહેતી એકતાબેન (પૂજાબેન) હિતેષ ઉર્ફ અમિત મોટવાણી (ઉ.૨૫) નામની સગભાને પમીએ બપોરે પોતાના ઘર બહાર રેંકડીમાંથી બકાલુ લઇ રહી હતી ત્યારે કાલાવડ રોડ રાણી ટાવર પાછળ આવાસ કવાર્ટરમાં રહેતાં તેના નણદોયા ચેતન વનમાળીદાસ પલાણ (ઉ.૪૦)એ આવી પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી અને બાદમાં પોતે પણ સળગ્યો હતો. એકતરફી પ્રેમમાં પાગલ ચેતન સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. સગર્ભા એકતાબેને રાજકોટ હોસ્પિટલમાં અને ચેતને અમદાવાદની હોસ્પિટલમાં દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. એકતરફી પ્રેમીને કારણે બબ્બે પરિવારના માળા પિંખાઇ ગયા છે.

પાંચમી જુનના બપોરે ચેતન ચંદ્રનગરમાં રહેતાં પોતાના સાસુના ઘરે આવ્યો હતો અને બાદમાં સાસુની બાજુમાં જ રહેતી સાળાની સગર્ભા પત્નિ એકતાબેન શાકભાજી લઇ રહી હતી ત્યારે તેણી ઉપર પેટ્રોલ છાંટી દીધુ હતું અને બાદમાં કાંડી ચાંપી તેણીને બથ ભરી લેતાં પોતે પણ સળગી ગયો હતો. બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસે એકતાબેનના પતિ હિતેષભાઇ મોટવાણીની ફરિયાદ પરથી તેના કાકીના જમાઇ ચેતન પલાણ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. ચેતન પરાણે પોતાના સાળા હિતેષભાઇની પત્નિ એકતાની પાછળ પડી ગયાનું જણાવાયું હતું. તું મારી નહિ તો કોઇની નહિ થવા દઉં તેમ કહીને ચેતને તેણીને સળગાવી હતી. 

ચેતને હિતેષભાઇના કાકાની દિકરી કવિતાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. પણ ચેતન છેલ્લા એકાદ વર્ષથી પત્નિની નણંદ એકતાબેનના એક તરફી પ્રેમમાં પાગલ થયો હતો. તેના આ પાગલપનથી બબ્બે પરિવારના માળા પિંખાઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ છે.   હિતેષભાઇ તો ઘરમાં નવા મહેમાનના આગમન થવાની ખુશીમાં હતાં. પણ તેની સગર્ભા પત્નિની હત્યા થઇ જતાં તે શોકમાં ગરક થઇ ગયા છે. બીજી તરફ સગર્ભા સાળાવેલીને જીવતી સળગાવનાર ચેતને પણ દમ તોડતાં તેના પત્નિ પણ વિધવા થઇ ગયા છે. આમ બબ્બે પરિવારોમાં શોક છવાયો છે. (૧૪.૫)

(10:16 am IST)
  • વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠે સિધુ ત્રાટકશે નહિ, અને પશ્ચિમ દિશામાં ફંટાય રહ્યું છે અનેઓમાન તરફ આગળ વધે છે, સોમનાથ થી 125 કીમી દૂરથી ફંટાય રહ્યું છે... ભારે પવન અને વરસાદ ચાલુ રહેશે access_time 8:41 am IST

  • પોરબંદર જિલ્લામાંથી 38551 લોકોનું સ્થળાંતર :વાયુ વાવાઝોડાને પગલે પોરંબદર દરિયા કાંઠાના વિસ્તારમાંથી 38 ,551 લોકોનું સ્થળાંતર કરાયું છે :સાવચેતીના પગલાં રૂપે પોરબંદર સહીત જિલ્લાના રાણાવાવ કુતિયાણા સહિતના સ્થળેથી સ્થળાંતર access_time 10:45 pm IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : પોરબંદરની બાજુમાં આવેલ કૂચડી ગામ પાસે દરિયાના પાળામાં, સાંજે ગાબડું પડતા દરિયાના મબલખ પાણી ખેતરોમાં ફરી વળ્યા છે access_time 10:30 pm IST