Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

જીએસટી નંબર વગર હોલમાર્ક જવેલરી વેચવા લાયસન્સ મળશે

ગોલ્ડ ડીલર્સ એસો,ની રાજકોટ,દિલ્હી અને મુંબઈ કચેરીએ કરેલી રજૂઆત સફળ

રાજકોટ ગોલ્ડ ડીલર એસો.ના પ્રમુખ ભાયાભાઈ સાહોળીયાએ બીઆઇએસને કરેલી રજુઆત સફળ થઇ છે અત્યાર સુધીમાં નાના જવેલર્સ કે જેનું ચાલીશ લાખનું ટર્ન ઓવર ના હોય અને જેને કારણે જીએસટી નંબર ના હોવાથી તેને બીઆઇએસ  હોલમાર્ક નું લાયસન્સ ન્હોતા અપતા આનાથી નાના જ્વે.ને ઘણી તકલીફ પડતી હતી

  આ મામલે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઈ સહોલિયા દ્વારા રાજકોટ ,દિલ્હી, મુંબઇ,ની બીઆઇએસ ઓફિસે સફળ રજુઆત કરી યોગ્ય કરવા કહેલ જેના સંદર્ભ માં નાના જ્વે.માટે ખુશ ખબર છે કે હવેથી હોલમાર્ક જ્વેલારી વેચવા માટે ની લાયસન્સ મળશે

(5:27 pm IST)
  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST

  • 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : રાજ્ય ના તમામ બંદર ઉપર લગાવાયા 9 નંબર નું સિગ્નલ : અતિ ભયજનક ગણાય 9 નંબર નું સિગ્નલ : પોરબંદર, જાફરાબાદ, વેરાવળ સહિત ના બંદર પર પણ ભયજનક 9 નંબર નું સિગ્નલ લગાવાયું : લોકો ને શાંતિ જાળવવા અને સાબદા રહેવા તંત્રની અપીલ access_time 8:14 pm IST