Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ભૂપેન્દ્રસિંહ-સૌરભ પટેલનો રાજકોટમાં મુકામઃ અઢીલાખ ફુડ પેકેટ તૈયાર

રાજકોટઃ વરસાદ- વાવાઝોડાની પરિસ્થિતિને અનુલક્ષીને પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં તથા ઉર્જામંત્રી સૌરભ પટેલે અહી મુકામ કર્યોં છે. સર્કિટ હાઉસ ખાતે તેમણે બચાવ -રાહતની આગોતરી કામગીરીની સમીક્ષા કરેલ. વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા અઢીલાખ ફુડ પેકેટ તૈયાર રાખવામાં આવ્યા છે. લશ્કર, એનડીઆરએફની  ટુકડીઓ તૈયાર રાખવામાં આવી છે  ધોરાજી, ગોંડલ, જેતપુર, જામકંડોરાણા પંથકમાંથી ૩૮૯૯ લોકોનું સ્થળાંતર કરાવાયું છે શહેરી વિસ્તારના ૩ હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે.જોખમી રર હોર્ડિંગ્ઝ હટાવાયા છે. રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્રનો કંટ્રોલરૂમ (ફોન નં. ૦ર૮૧-રર૩૯૬૮પ) શરૂ કરાયો છે ૧૦૦ કાર્યકરોની ટીમ ખડેપગે છે મંત્રીઓના આગમન વખતે કલેકટર રાહુલ ગૂપ્તા, મ્યુ.કમિશનર બંછાનીધી પાની, ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા, ભાજપના અગ્રણીઓ નીતીન ભારદ્વાજ, રાજુ ધ્રુવ, કમલેશ મિરાણી વગેરે હાજર રહ્યા હતા.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:17 pm IST)
  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST

  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST

  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST