Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સૌરાષ્ટ્ર-કચ્છના સાગરકાંઠા વિસ્તારમાં ૬૩૪ ટીમો મોકલતુ વીજતંત્ર

વાવાઝોડાનો સામનો કરવા વીજતંત્ર સક્ષમ છે : ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલની રાજકોટમાં બપોરે વિસ્તૃત પત્રકાર પરિષદ : સૌરાષ્ટ્રના ૮૫૦માંથી ૧૩૫-૬૬ કેવી સબસ્ટેશનો ઉપર રેડએલર્ટ : ઈજનેરો સ્ટાફ તૈનાત : ૪૦૦ કેવી હડાળા સબ સ્ટેશન ઉપર કન્ટ્રોલરૂમ : દરેક સબસ્ટેશન ઉપર ડીજી સેટ ગોઠવી દેવાયા

ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે પત્રકાર પરિષદ સંબોધી તે નજરે પડે છે. બાજુમાં એમ.ડી. ભાવીન પંડ્યા, ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ તથા ચીફ ઈજનેરો શ્રી ગાંધી, શ્રી કોઠારી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૨ : રાજયના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યુ છે કે રાજય પર વાયુ વાવાઝોડાની ત્રાટકવાની સંભાવનાને ધ્યાનમાં લઈને, મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર રાજયના ઉર્જા વિભાગે વાયુ વાવાઝોડાને કારણે ઉભી થતી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધેલ છે.

રાજયના ઉર્જા વિભાગ દ્વારા વાવાઝોડાને કારણે ઉભી થતી કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજયના ઉર્જા વિભાગ દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ અંગે વિગતો આપતા ઉર્જા મંત્રીશ્રી જણાવ્યુ હતું કે રાજયની તમામ વીજ કંપનીઓની કોર્પોરેટ કચેરીઓ તેમજ વર્તુળ કચેરીઓ ખાતે ૨૪ કલાક કાર્યરત આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ચાલુ કરી દેવામાં આવેલ છે. એટલુ નહિં પરંતુ તમામ કોર્પોરેટ કચેરીઓ તેમજ વર્તુળ કચેરીઓ ખાતે નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે.

વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલી વિભાગીય કચેરીઓ ખાતે સ્પેશિયલ કંટ્રોલરૂ રૂ કરવામાં આવેલ છે. જેમાં ખંભાળીયા, દ્વારકા, પોરબંદર, માંગરોળ, વેરાવળ, નખત્રાણા, માંડવી, ભુજ અને ગાંધીધામનો સમાવેશ થાય છે. તે રીતે દક્ષિણ ગુજરાતના દરીયાકાંઠાના વિસ્તારોમાં આવેલી વિભાગીય કચેરીઓ ખાતે પણ સ્પેશિયલ કંટ્રોલરૂ રૂ કરવામાં આવેલ છે. રાજયની તમામ વીજ કંપનીઓની કોર્પોરેટ કચેરીઓ તેમજ વર્તુળ કચેરીઓ ખાતે આવેલ માલસામાન માટેના સ્ટોરને ૨૪ કલાક માટે કાર્યરત કરી દેવામાં આવેલ છે. તેમજ વીજ લાઈન કે ટ્રાન્સફોર્મરને નુકશાન થાય તો સત્વરે વીજ પુરવઠો ચાલુ કરવા માટે રૂરી તમામ માલસામાનનો પુરતો સ્ટોક રાખવામાં આવેલ છે.

ઉર્જા વિભાગની સજ્જતા અંગે જણાવતા ઉર્જા રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે રાજયની ચારેય વીજ કંપનીઓની તમામ પેટા વિભાગીય કચેરીઓ ખાતે વાવાઝોડાને કારણે ઉભી થતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જુનિયર ઈજનેર સાથેની ટેકનીકલ કર્મચારીઓની વેહીકલ સાથેની ટીમ તૈયાર રાખવામાં આવેલ છે. તદુપરાંત વધારાની ૫૦ ટીમ અન્ય કંપનીઓની ટૂલ ટેકલ તથા દરેક સાધનો સાથે પણ તૈયાર રાખવામાં આવેલ છે. ૫૦ ટીમમાં એક નાયબ - જુનિયર ઈજનેર, ટેકનીકલ કર્મચારી અને પાંચ ટેકનીકલ કારીગરો વેહીકલ સાથે સૌરાષ્ટ્ર વિસ્તારમાં રવાના કરી દેવામાં આવેલ છે. જેથી ટીમને રૂરીયાતવાળી જગ્યાએ તાકીદે મોકલી શકાય.

ઉર્જામંત્રીએએ ઉમેર્યુ હતુ કે, કુલ ૧૪ ડિવીઝન અને ૭૦ સબડિવીઝનમાં હાઈ એલર્ટ પગલા લેવાયા છે. કુલ ૬૩૪ ટીમો જે તે વિસ્તારોમાં રવાના કરી દેવાઈ છે.

મંત્રીશ્રીએ જણાવેલ કે તમામ સબડિવિઝનોમાં રૂરી માલસામાનનો પૂરતો સ્ટોક રાખવામાં આવેલ છે. ઉપરાંત વિજતંત્ર પાસે () કંડકટર- ૨૩૦૦૦ કી.મી., () ટ્રાન્સફોર્મર- ૨૭૦૦૦ નંગ, () ઈન્સ્યુલેટર- ૧૦ લાખ નંગ, () જુદી- જુદી સાઈઝના ટ્રાન્સફોર્મર માટેના કેબલ- ૫૨૫ કી.મી., () જુદી- જુદી સાઈઝના ગ્રાહક માટેની ૩૨૦૦૦ કોઈલ, સર્વિસ લાઈનના કેબલ સંભવતઃ આગાહીવાળા અને કાંઠાળ વિસ્તારમાં આશરે ૧૪ વિભાગીય કચેરીઓનો વિસ્તાર અને આશરે ૭૦ પેટાવિભાગીય કચેરીઓનો વિસ્તાર સંભવત છે તથા ૮૫૦૦ થાંભલા વિવિધ સાઈટ ઉપર ઉપલબ્ધ છે. ૧૨૫૦૦ અલગ - અલગ પોલ ફેકટરીમાં ઉપલબ્ધ છે અને ઉપરાંત ૬૮૦૦૦ જેટલા પોલ અલગ અલગ ફેકટરીમાં રૂ પડ્યે તુરત ઉપાડી શકાય તેવી સ્થિતિમાં ઉપલબ્ધ છે.

ઉપરાંત ૧૬૪ ફીડર એવા છે કે જેમાં હોસ્પિટલ - વોટર વર્કસ - સરકારી કચેરીઓ આવે છે તેને જુદા તારવી લેવાયા છે.

જેટકોના ૧૩૫-૬૬ કેવી સબ સ્ટેશનો ઉપર ઈજનેરો - વિવિધ સ્ટાફ ગોઠવી દેવાયો છે. હડાળા ૪૦૦ કેવી સબ સ્ટેશન ઉપર સ્પે. કંટ્રોલરૂ રૂ કરાયો છે. દરેક સબ ડીવીઝન ઉપર ડીજીસેટની વ્યવસ્થા કરાઈ છે. માટે કુલ ૨૫૬ ગેંગ મોકલી દેવાઈ છે.

શ્રી સૌરભભાઈ પટેલની પત્રકાર પરિષદમાં એમડી શ્રી ભાવીન પંડ્યા, ચીફ ઈજનેરો શ્રી ગાંધી, શ્રી કોઠારી, અન્ય ઈજનેરો તથા પીઆરઓ શ્રી રાજુભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(4:14 pm IST)
  • રાજકોટના રામનગરમાં તાલુકા પોલીસનો સપાટો :રામનગરના રામમંદિર ચોરામાં પાસેથી 27 જુગારીઓ ઝડપાયા :એકાદ લાખનો મુદામાલ જપ્ત કરાયો access_time 1:17 am IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST

  • લાઠી-ખાંભામા ૧, અમરેલીમા અડધો ઇંચ :અમરેલી જીલ્લામાં વાવાઝોડાની અસરથી જનજીવન ઠપ્પ access_time 3:47 pm IST