Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાવાઝોડામાં મદદ માટે ભાજપ કાર્યાલયે કંટ્રોલરૂમ

કાર્યકર્તાઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓએ વિસ્તાર ન છોડવા કમલેશ મીરાણીની અપીલ

રાજકોટ, તા., ૧૨: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી મહામંત્રી દેવાંગ માંકડ જીતુ કોઠારી કિશોર રાઠોડની એક સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ હવામાન ખાતાની માહીતી પ્રમાણે 'વાયુ' નામનું વાવાઝોડુ ગુજરાતના દરીયાકાંઠાના વિસ્તારોમાં આગળ ધપી રહયું છે.

ત્યારે આ સંભવીત વાવાઝોડાને પગલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકાર સતર્ક બની છે અને જાનમાલનું નુકશાન નીવારી શકાય તે માટે તકેદારીના પગલા રૂપે ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે અને સંભવીત વાવાઝોડાને પગલે રાજય સરકારે હવામાન વિભાગ અને ઇસરો સાથે સતત સંપર્કમાં રહી સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. શહેર ભાજપ દ્વારા આ સંભવીત વાવાઝોડાને ધ્યાનમાં રાખી સમગ્ર સૌરાષ્ટ્રભર માટે  શહેર ભાજપ કાર્યાલય રાજકોટ મહાનગર ખાતે તા.૧ર જુનથી તા.૧૪ જુન સુધી કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે અને કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને સ્ટેન્ડ ટુ રખાયા છે. ઇમરજન્સી દરમ્યાન  શહેર ભાજપ કાર્યાલયના ફોન નં. ૦ર૮૧-રર૩૯૬૮પ, રર૩૭પ૦૦(અનિલભાઇ પારેખ અને હરેશભાઇ જોષીનો સંપર્ક કરવા જણાવાયું છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાની હેઠળ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ સહીતના સાથે સંગઠનના તેમજ ચુંટાયેલ પ્રતિનિધિશ્રીઓએ પોતાના  વોર્ડના વિસ્તાર ન છોડવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા અપીલ કરવામા આવી છે.

(3:51 pm IST)