Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાવાઝોડાની સ્થિતીમાં કોર્પોરેટરોને તેઓનાં વોર્ડમાં સતત દોડતા રહેવા તાકિદ

મેયર સહિતનાં પદાધિકારીઓ પાંચ કન્ટ્રોલ રૂમ સંભાળશેઃ બીનાબેન આચાર્ય-સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ જયુબેલીનાં મુખ્ય કન્ટ્રોલ રૂમે હાજર રહેશે

રાજકોટ,તા.૧૨: અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્ર તરફ આવી રહેલ વાયુ વાવાઝોડાના ખતરા સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આનુસાંગિક તૈયારીઓ તેમજ જરૂરી આવશ્યક પગલાઓ લેવા આયોજન કરવામાં આવેલ છે. વાવાઝોડાની સંભવિત અસર તા.૧૩મી એ સૌથી વધુ તીવ્ર હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવેલ હોઈ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભયજનક હોર્ડિંગ, ઈમારતો, તેમજ નદી કાંઠા વિસ્તારોમાં વસતા લોકોને જાગૃતિ માટે પ્રચાર પસાર તેમજ જરૂર જણાયે નદી કાંઠાના વિસ્તારને અન્ય જગ્યાએ ખસેડવાની જરૂરત પડે તો શહેરની શાળાઓમાં લાઈટ, પીવાનું પાણી, ફૂડ પેકેટ, વિગેરે તમામ વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવેલ છે. વાયુ વાવાઝોડાના અનુસંધાને જયુબેલી ગાર્ડન ખાતે અને ફાયરબ્રિગેડ વિભાગ ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. તેમજ કંટ્રોલરૂમ ખાતે નોંધાતી ફરિયાદોનું તુરંત નિકાલ થાય તે માટે જરૂરી ટીમ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત જરૂર પડે સિટી બસનો પણ ઉપયોગ કરાશે. તેમજ આરોગ્ય શાખાઓને પણ આવશ્યક દવાઓ સાથે સ્ટાફ તૈયાર રાખવામાં આવેલ છે. તેમ બિનાબેન આચાર્ય, ઉદયભાઇં કાનગડ, અશ્વિનભાઇ મોલીયા, દલસુખભાઇ જાગાણી, અજય પરમાર સહિતનાં પદાધિકારીઓની યાદીમાં જણાવાયુ હતુ.

આ અંગે મેયરની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ શાસક પક્ષનાં તમામ કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં કોઈ પણ મુશ્કેલી ઉદભવે તો તંત્ર સાથે સંકલનમાં રહી મુશ્કેલી નિવારવા જરૂરી કાર્યવાહી કરશે. તેમજ પોતાના વિસ્તારમાં રહેલ સામાજીક સંસ્થાઓ પણ મદદરૂપ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના કંટ્રોલરૂમ, ફાયર સ્ટેશનો, વિગેરે જગ્યાએ પદાધિકારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહી વાવાઝોડાના અનુસંધાને જરૂરી પગલાઓ લેવાય તે માટે કાર્યવાહી કરશે.  

રાજયના મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણીએ પણ વાયુ વાવાઝોડાના ખતરા સામે તંત્રને સજ્જ કરવામાં આવેલ છે. સંભવિત ખતરા સામે પગલાઓ લેવા આગોતરું આયોજન કરવામાં આવેલ.

     વાયુ વાવાઝોડાનો ખતરો સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તારમાં વધુ અસર જોવા મળશે, જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની તમામ સ્ટાફની ટીમો અન્ય શહેરો કે નગરોમાં જવા માટેની તૈયારી કરવામાં આવેલ છે. ફાયરબ્રિગેડના સ્ટાફને બહારગામ જવાનું થાય તો આવશ્ય ચીજ વસ્તુઓ જેમકે, બોટ, લાઈટ રીંગ, રસ્સા, રસ્સી, તેમજ જરૂરી સાધન-સામગ્રીઓ સહિતની તૈયારીઓ કરવામાં આવેલ છે.

     શહેરના નદી કાંઠા વિસ્તારોમાં સ્થળ વિઝીટો ચાલુ છે અને પ્રચાર રીક્ષાઓ દ્વારા ત્યાં વસતા લોકોની જાગૃતતા માટે કાર્યવાહી ચાલુ છે.

કયા પદાધિકારીઓ કયો કંટ્રોલ રૂમ સંભાળશે? વિસ્તૃત માહિતી

રાજકોટઃ આજ રાત્રીથી સેન્ટ્રલઝોન જયુબેલી ખાતેના કંટ્રોલરૂમે મેયર બિનાબેન આચાર્ય (૯૮૯૮૨ ૧૧૬૦૬), સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ (૯૯૦૯૯ ૯૨૪૦૪) ઉપસ્થિત રહેશે. તેજ રીતે વેસ્ટઝોન નિર્મળા રોડ પરના ફાયર સ્ટેશન ખાતે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ (૯૮૭૯૩ ૭૭૭૭૭), સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા (૯૪૨૬૯ ૩૦૨૩૩) તેમજ બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા (૯૮૨૪૫ ૮૧૯૯૯) હાજર રહેશે. આ ઉપરાંત ઈસ્ટઝોન ભાવનગર રોડ ખાતેના ફાયર સ્ટેશને ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા (૯૮૨૫૦ ૭૪૭૨૭), શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી (૯૪૨૭૨ ૦૦૧૨૭) તેમજ સેન્ટ્રલ ઝોન મુખ્ય ફાયર સ્ટેશને શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર (૯૮૨૫૨ ૧૨૩૦૧), કોર્પોરેટર શ્રી નીતિનભાઈ રામાણી (૯૮૭૯૦ ૭૭૦૬૨) ઉપસ્થિત રહી કામગીરી અને ફરિયાદના નિકાલ માટે જરૂરી સંકલન કરશે.

(3:47 pm IST)
  • કલકતાની હોસ્પિટલમાં ડોકટર ઉપર હિચકારો હુમલો : ઘેરા પ્રત્યાઘાત : આવતીકાલે દેશભરમાં આઈએમએ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવશે access_time 3:19 pm IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST

  • લાઠી-ખાંભામા ૧, અમરેલીમા અડધો ઇંચ :અમરેલી જીલ્લામાં વાવાઝોડાની અસરથી જનજીવન ઠપ્પ access_time 3:47 pm IST