Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વિદ્યાર્થીઓના ર લાખના વીમા કવચના નિર્ણયને આવકારતા પૂર્વ કુલસચિવ ગજેન્દ્ર જાની

શૈક્ષણિક એકમોમાં એકરૂપતા આવે તે માટે પ્રથમ-ત્રીજા શનિવારની રજા રદ કરવી જોઇએ.

રાજકોટ, તા. ૧ ર : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ અને ત્રીજા શનિવાર ની રજા કેન્સલ કરી બીજા અને ચોથા શનિવારની રજા જાહેર કરવા અંગે કર્મચારી સંગઠન અને સત્ત્।ાધીશો વચ્ચે ઉપસ્થિત મુદ્દા અનુસંધાને પૂર્વ કુલસચિવ ગજેન્દ્ર જાની જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં પ્રથમ અને ત્રીજા શનિવાર ની રજા નો હેતુ એવો રહ્યો છે કે યુનિવર્સિટીના કોઈ કર્મચારીઓ, અધીકારીઓ કે પ્રોફેસરો ને સરકારી એકમો ના કામકાજ હોય તો સરળતાથી પ્રથમ અને ત્રીજા શનિવાર ની રજા દરમિયાન થઈ શકે એ જ રીતે સરકારી એકમોના કર્મચારીઓ અધિકારીઓને યુનિવર્સિટી સબંધિત કામકાજ હોય તો બીજા અને ચોથા શનિવારની રજા દરમિયાન સરળતાથી થઈ શકે. આમ સુચારૂ વહીવટ ના ભાગરૂપે અને સર્વાંગી દૃષ્ટિથી સમૂહના હિતમાં ચાલતી આ વ્યવસ્થા આજ સુધી ઉપયોગી પુરવાર થઇ રહી છે આમ છતાં  ખરેખર સમગ્ર દેશમાં સરકારી અને શૈક્ષણિક એકમોના વહીવટમાં એકરૂપતા અને એકવાકયતા પ્રસ્થાપિત થવી જોઈએ અને તે માટે કેન્દ્ર સરકારની કચેરીઓની માફક પ્રત્યેક શનિ-રવિ રજા જાહેર કરી અને સોમવાર થી શુક્રવાર સુધીનાઙ્ગ કામકાજના કલાકો વધારી રોજ-બરોજના કામકાજના સમયને કાર્યક્ષમ બનાવવા માટે પગલા લેવા જોઈએ. આમ કરવાથી કર્મચારીઓની કાર્યદક્ષતા માં વૃદ્ઘિ થશે કામકાજનો સમય વધવાને કારણે નિયમિત કામકાજથી અને સમયપાલન થી કામ કરવામાં આવશે તો સરવાળે કાર્યભારણ દ્યટશે.

બે લાખ વિદ્યાર્થીઓને વીમાકવચ પુરુ પાડવા અંગેના નિર્ણય અનુસંધાને શ્રી જાની કે જે હાલ એડવોકેટ તરીકે કાર્યરત છે અને ગ્રાહક સુરક્ષા ના કેસોમાં પોતાની નિપુણતા ના માધ્યમથી ગ્રાહકના હિતમાં ઉત્ત્।મોત્ત્।મ પરિણામો પ્રાપ્ત કરી રહેલ છે તેમણે જણાવેલ કે યુનિવર્સિટી દ્વારા લેવાયેલ આ નિર્ણય સરાહનીય છે અને અભિનંદનને પાત્ર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણયમાં હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પ્રત્યેક વિદ્યાર્થીની સાથે છું.ઙ્ગ અકસ્માત કે મૃત્યુના કિસ્સામાં યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલઙ્ગ વીમાપોલિસી અંતર્ગતઙ્ગ વીમા કંપની તરફથી ત્વરિત અને યોગ્ય વીમા વળતર ચૂકવવામાં ન આવે અથવા કોઈપણ પ્રકારે સહકાર આપવામાં ન આવે તેવા સંજોગોમાં ગ્રાહક સુરક્ષા અંગે વિદ્યાર્થી તેમજ યુનિવર્સિટીને માર્ગદર્શન પૂરું પાડીશ અને જરૂર જણાય યુનિવર્સિટી અને વિદ્યાર્થી વતી કેસ પણ લડીશ. વિદ્યાર્થીઓને વીમાકવચ અનુસંધાને કોઈપણ પ્રશ્નો અંગે આલાપ બી ઓફિસ નંબર ૪૦૪, શાસ્ત્રી મેદાન સામે, લીમડા ચોક ખાતે તથા મોબાઈલ નંબર ૯૯૦૯૭૮૫૬૫૧ ઉપર સંપર્ક કરી શકાશે.

(3:43 pm IST)
  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST

  • 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST

  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST