Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

આકાશવાણી શ્રોતા અને જીટીપીએલ કોલર મિત્રોનું મળી ગયેલ સ્નેહમિલન

રાજકોટઃ આકાશવાણી શ્રોતા મંડળ અને જીટીપીએલ ગુજરાતના રેગ્યુલર કોલર મિત્રોનું એક સ્નેહમિલન તાજેતરમાં રાજકોટ લેંગ લાયબ્રેરીના હોલમાં યોજાયું હતુ. આકાશવાણી ઉદ્ઘોષક અને જાણીતા નાટયકાર ભરતભાઇ યાજ્ઞિકનું આ તકે સ્વાગત સન્માન કરાયું હતુ. ઉપરાંત જીટીપીએલના એન્કર અને રીપોર્ટરનું આકાશવાણી શ્રોતા મંડળના પ્રમુખ રામભાઇ ઓડેદરા, ઉપપ્રમુખ ઇન્દ્રસિંહ રાયજાદા અને પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઇ ઝાલાના હસ્તે સન્માન કરાયું હતુ. જામનગરના કવી આશપાર ગઢવીએ રામાયણનો પ્રસંગ વર્ણાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીટીપીએલના જુલીબેન લોઢીયાએ કરેલ સ્વાગત પ્રવચન નરેન્દ્રસિંહ ઝાલાએ અને અંતમાં આભારવિધિ શ્રોતામંડળના પ્રમુખ રામભાઇ ઓડેદરાએ કર્યું હતૂ. ફોટોગ્રાફી સેવા રાહુલ મિયાત્રાએ સંભાળી હતી.

(3:41 pm IST)
  • જેતપુરમાં આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે ધીમીધારે વરસાદ access_time 4:29 pm IST

  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST

  • મોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST