Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાયુ વાવાઝોડુઃ વિકટ સ્થિતિમાં જીબીઆ-ઇજનેરો તમામ સ્ટાફ સરકારની સાથેઃ ર૪ કલાક કામ કરવા સ્ટાફને સુચના

તમામ ઇજનેરોને તમામ સાધનો -સરંજામ-પાકો ખોરાક-દવા સાથે રાખી જે તે સ્થળે દોડી જવા સુચના : કલેકટર કચેરી-દુરસંચાર-પાણીપુરવઠા-હોસ્પીટલો-પોલીસ સ્ટેશન-સરકીટ હાઉસ-સરકારી કચેરીઓમાં વીજ પુરવઠો અગ્રતા ક્રમે રાખવો...

રાજકોટ તા. ૧ર : જીઇબી એન્જીનીયસ એસો.એ રાજયના મુખ્યમંત્રી તથા અન્યોને પત્ર પાઠવી ગુજરાતમાં ''વાયુ'' નામના વાવાઝોડાની કુદરતી આફતમાં 'જી.ઇ.બી. એન્જીનીયર્સ એસોસીએશન'ના સભ્યો દ્વારા સરકાર સાથે રહી કામગીરી બજાવી સાથ સહકાર આપવા અંગે જાણ કરી હતી.

સેક્રેટરી જનરલ શ્રી બી.એસ.શાહે પાઠવેલા પત્રમાં ઉમેર્યું હતું કે ગુજરાત રાજ્યમાં ભૂતકાળમાં કુદરતી આફતો જેવી કે ભારે વરસદા, અતિવૃષ્ટી વાવાઝોડા, પુર, ધરતીકંપ જેવી વિકટ કુદરતી પરિસ્થિતિઓ ઉદ્દભવેલ ત્યારે જીયુવીએનએલ અને તેની હેઠળની કંપનીઓમાં માન્યતા ધરાવતું સમગ્ર ગુજરાતનું વીજળીની કામગીરીમાં ફરજના ભાગરૂપે યોગદાન આપતું 'જી.ઇ.બી. એન્જીનીયર્સ એસોસીએશન' અને તેના ઇજનેર તથા અન્ય સભ્યો રાત દિવસ જોયા વગર ર૪ કલાકો હરહંમેશ સરકારશ્રી અને જીયુવીએનએલ મેનેજમેન્ટની સાથે રહી સમન્વય જાળવી સાથ સહકાર આપેલ છે.

આ વિકટ પરિસ્થિતિમાં 'જી.ઇ.બી.એન્જીનીયર્સ એસોસીએશન' અને તમામ ઇજનેર તથા અન્ય સભ્યો આ તકે ખાત્રી આપીએ છીએ કે વીજ પુરવઠા ક્ષેત્રના તમા ઇજનેરો અને અન્ય સભ્યો તેમની હેઠળના તમામ ટેકનીકલ કર્મચારીઓને સાથે સમન્વય રાખી સતત રાત દિવસ ખડેપગે રહી ફરજ બજાવી રાજયની પ્રજાને મુશ્કેલી ન ઉદ્દભવે તથા જાનમાલની નુકશાની કે જાનહાની ન પહોંચે તથા વીજ પાવર સ્ટેશનો, વીજ સબસ્ટેશનો, વીજ લાઇનો અને સધાનો સરંજામનેલઘુતમ નુકશાન કે અસર થાય તેમજ વીજ અકસ્માતથી કોઇ જાનહાની ન થાય તે માટે સાવચેતી રૂપે તમામ પગલા, તકેદારીઓ જાળવી સરકારશ્રી તથા જીયુવીએનએલ તથા હેઠળની તમામ કંપનીઓ સાથે સમન્વય જાળવી 'જીબીઆ' હરહંમેશા સાથે અને સહકાર જાળવી વિકટ પરિસ્થિતિમાં ફરજ બજાવવા આ તકે આપને ખાત્રી આપે છે, તેમજ 'જીબીઆ'ના તમામ ઇજનેરો અને અન્ય સભ્યોને જાણ કરે છે કે સલામતીના તમામ સાધન સરંજામો, મટરીયલ (માલ સામાન), ઝાડ કાપવાના સાધનો, ટુલ્સ ટેકલ્સ, બેટરી સેલ, લાઇટ, જનરેટર જરૂરી કાચો કે પાકો ખોરાક, પ્રાથમિક સારવારના જરૂરી સાધનો અને જરૂરી દવાઓ વગેરેની વ્યવસ્થા ગોઠવી સાથે રાખી વાવાઝોડાની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી સાથે ફરજ પરના કલાકો તથા જરૂરિયાત મુજબના વધારાના સમયગાળામાં કામગીરી કરી ઓછામાં ઓછા સમયમાં નુકશાની પામેલ વીજ વ્યવસ્થાને પુનઃ પ્રસ્થાપીત કરી વીજ જાળવણી કરી રાજ્યની પ્રજાને ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડે તેવી વ્યવસ્થા ગોઠવવા, તથા રાજ્યની આવશ્યક સેવાઓ જેવી કે કલેકટર કચેરીઓ અને દુરદર્શન સેવાઓ, પાણી પુરવઠા સેવાઓ, હોસ્પિટલો, સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો, મ્યુ.કોર્પોરેશન કચેરીઓ, સર્કિટ હાઉસ, વગેરેને વીજ પુરવઠાની અગ્રતાક્રમ જાળવી રાજ્યના ડીઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ તથા સરકારશ્રીના પ્રભારીઓ સાથે સમન્વય જાળવી વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત થાય તેમજ કોઇ વીજ અકસ્માત ન થાય તેની ચોકસાઇ રાખી કોઇ જાનહાની ન પહોંચે તેવી તકેદારી જાળવવા આ તકે ખાસ વિનંતી કરવામાં આવેલ.

(3:38 pm IST)
  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશે : હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. access_time 3:34 pm IST

  • નવસારીમાં 'વાયુ' વાવાઝોડાની અસરઃ બોરસી, માછીવાડ ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા access_time 12:52 pm IST

  • કચ્છના સરહદી વિસ્તાર હાજીપીર દરગાહ નજીક ગાજવીજ પવન સાથે જોરદાર વરસાદ વરસતા મકાનોના પતરા પણ ઉડી ગયા હતા access_time 3:33 pm IST