Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાયુ - વાવાઝોડાની સ્થિતિમાં ગૌ ધન-પશુધનના રક્ષણ માટે ગૌ પાલકો,પશુપાલકો, ગૌશાળા-પાંજરાપોળો વિ.આટલું અવશ્ય કરે

ગુજરાત રાજયમાં વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇને ગૌ માતા-પશુધનના રક્ષણ માટે ગૌ પાલકો-પશુપાલકોએ યોગ્ય તકેદારી રાખવી.

ભારત નાં ગૃહમંત્રી અમિત શાહજી,સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શન અને સીધી દેખરેખ માં સમગ્ર તંત્ર આ વાવાઝોડા થી નુકસાન શકય ઓછું થાય તે માટે 'રાઉન્ડ ધ કલોક' ખડે પગે' છે ત્યારે

વાવાઝોડુ – અતિવૃષ્ટિ પહેલાના પગલાં

 ટીવી, રેડીયો અને સરકારી માધ્યમથી મળેલ સૂચનાઓનો અમલ કરવો અને અફવાઓથી દૂર રહેવું.

 આસપાસના પશુચિકિત્સકોની ફોન નંબર સાથેની માહિતી હાથવગી રાખવી.

 ગૌ માતા-પશુઓને ખુલ્લા અને ઊંચા સલામત સ્થળે ખસેડવા.

 પશુધન માટે સૂકાચારા તથા સ્વચ્છ પાણીનો પૂરતા પ્રમાણમાં યોગ્ય સ્થળે સંગ્રહ કરવો.

વાવાઝોડુ – અતિવૃષ્ટિ દરમિયાનના પગલાં

 ગૌ માતા-પશુઓને ખીલે બાંધવા નહીં.

 પશુઓને ઝાડ, છાપરા નીચે, જર્જરીત રહેઠાણ કે દીવાલ નજીક રાખવા નહીં.

 પશુધનને વિજળી થાંભલા પાસે/સાથે બાંધવા નહીં.

 પશુ-પક્ષીઓ ગુંગળાઇ ન જાય તે માટે તકેદારી રાખવી.

વાવાઝોડુ- અતિવૃષ્ટિ બાદના પગલાં

 ઇજાગ્રસ્ત/બિમાર પશુઓની નજીકના પશુ સારવાર કેન્દ્ર ખાતે તાત્કાલિક સારવાર કરાવવી.

 ગામમાં ચેપી રોગચાળા જેવી પરિસ્થિતિની જાણ નજીકના પશુ દવાખાના ખાતે તુરંત કરવી.

 પશુ રહેઠાણમાં ઝેરી જીવજંતુની ચકાસણી કર્યા બાદ પશુ રાખવા.

 વાવાઝોડા બાદ તનાવગ્રસ્ત પરિસ્થિતિમાં અગમચેતીના પગલાંરૂપે રસીકરણ કરાવવું.દ

 કમનસીબે કોઈ પશુઓ મૃત થાય તો તેમનો ઊંડો ખાડો ખોદી મીઠું અને ગોબર સાથે સમાધિ આપી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો.

-ડો.વલ્લભભાઈ કથીરિયા

ચેરમેન

રાષ્ટ્રીય કામધેનુ આયોગ

ભારત સરકાર

(3:36 pm IST)