Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાવાઝોડાને ધ્યાને લઇ અબોલ જીવોની મદદ માટે જીવદયા પ્રેમીઓની ટીમ ખડેપગે રહેશે

રાજકોટ, તા., ૧૨: વાવાઝોડાની સંભવીત સ્થિતિને ધ્યાને લઇ જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આફતમાં સપડાયેલા પશુ-પક્ષીના ચારા માટે કે અન્ય મદદ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે અકિલા ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે આજે આ રસોડું કાર્યરત થઇ જનાર છે. આ સેવાયજ્ઞમાં બપોરના પાંચ વાગ્યાથી રસોડુ ચાલુ કરવામાં આવેલ છે. આ રસોડુ એરપોર્ટ ફાટક પાસે, રેસકોર્ષ પાર્ક શેરી નં. ૧, વિરમેશ્વર મહાદેવ મંદિરમાં કાર્યરત છે. અસરગ્રસ્ત મુંગા જીવોના ખોરાક માટેની વ્યવસ્થા છ. સેવાભાવી-જીવદયા પ્રેમીઓ સેવા કરવા આવે એવી નમ્ર વિનંતી છે. યોગ્ય સામગ્રી પણ સ્વીકારવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દોલતસિંહ ચૌહાણ(મો.૮૯૮૦પ ૦૧પ૦૩) ના  માર્ગદર્શન હેઠળ મીતલભાઇ ખેતાણી, મનસુખભાઇ કણસાગરા, ભીમજીભાઇ સગપરીયા, મનુભાઇ બલદેવ, વિનોદભાઇ પાબારી, અલ્કાબેન ખગ્રામ, મહેશભાઇ જીવરાજાની, રાજેન્દ્રસિંહ ગોહીલ, લાખાણીબેન, ચીરાગભાઇ ધામેચા, ચંદુભા ડાભી, બાબુભાઇ ખત્રી, ચંદુભાઇ ગોળવાળા, અરૂણભાઇ નિર્મળ, રાજુભાઇ લાખાણી, વિરેન્દ્રભાઇ સંઘવી, હીનાબેન સંઘવી, જે.ડી.ઉપાધ્યાય, પારસભાઇ મોદી તથા તેમનું ગૃપ અને પોલીસ હેડ કવાર્ટરના ભાઇઓ-બહેનો તથા રેસકોર્ષ પાર્ક અને મારૂતીનગરનાં ભાઇઓ બહેન વગેરે જહેમત ઉઠાવી રહયા છે. તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા દોલતસિંહ ચૌહાણ, મનુભાઇ બલદેવ, બાબુભાઇ ખત્રી, ચંદુભાઇ ગોળવાળા, ચંદુભા ડાભી નજરે પડે છે. (તસ્વીરઃ પ્રિન્સ બગથરીયા)

(3:34 pm IST)
  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : રાજ્ય ના તમામ બંદર ઉપર લગાવાયા 9 નંબર નું સિગ્નલ : અતિ ભયજનક ગણાય 9 નંબર નું સિગ્નલ : પોરબંદર, જાફરાબાદ, વેરાવળ સહિત ના બંદર પર પણ ભયજનક 9 નંબર નું સિગ્નલ લગાવાયું : લોકો ને શાંતિ જાળવવા અને સાબદા રહેવા તંત્રની અપીલ access_time 8:14 pm IST

  • જેતપુરમાં આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે ધીમીધારે વરસાદ access_time 4:29 pm IST