Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

રાજકોટ કલેકટર તંત્ર પોરબંદર-વેરાવળ માટે ૫ લાખ ફુડ પેકેટ તૈયાર કરશેઃ હેલીકોપ્ટરથી પેકેટો પહોંચાડાશેઃ ૨ લાખ પેકેટો બનવા માંડયા

વાયુ વાવાઝોડુ ત્રાટકવાનું હોય અસરગ્રસ્તો માટે રાજ્ય સરકારે રાજકોટ કલેકટરને ૫ લાખ ફુડ પેકેટો તૈયાર કરવા આદેશ આપ્યોઃ ૨ લાખ બનવા માંડયાઃ વેરાવળ-પોરબંદર પંથકમાં મોકલાશેઃ હેલીકોપ્ટરની મદદથી સહાય મોકલાશેઃ સંસ્થાઓને કલેકટર તંત્રના ડીઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલઃ બોલબાલા-ખોડલધામ ટ્રસ્ટ, બ્રહ્માકુમારી, બીએપીએસ, બિલ્ડર એસો., વડાલીયા, બાલાજી તથા ગોપાલ નમકીન દ્વારા સહાયઃ તંત્ર ધંધે લાગી ગયું...

(11:54 am IST)
  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશે : હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. access_time 3:34 pm IST

  • ''વાયુ'' વાવાઝોડું પોરબંદરની દક્ષિણે અરબી સમુદ્રમાં ૭૦ નોટકીલ માઈલ દૂર કેન્દ્રિત થયું છેઃ પ્રતિ કલાક ૬૫ કી.મી. ઝડપે ત્યાં પવન ફૂંકાય રહ્યો છેઃ માછીમારોની તમામ બોટો બંદર ઉપર સલામત છેઃ આજે સવારે કોસ્ટગાર્ડે કરેલ ટ્વીટ access_time 11:38 am IST

  • પોરબંદર જીલ્લામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ : પોરબંદર જીલ્લામાં ર૪ કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પોરબંદરમાં ૧૩ મીમી રાણાવાવમાં ૧૯ મીમી. તથા કુતિયાણામાં ૪ મીમી. વરસાદ નોંધાયો છે. access_time 8:56 pm IST