Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

હરદેવસિંહનો ફરી ભાજપમાં કુદકોઃ રાજકોટ તાલુકા પંચાયત સંપૂર્ણ કોંગ્રેસ મુકત

ચૂંટાયેલા ૧૦ કોંગી સભ્યો અને ૨ અપક્ષ સભ્યો કેસરીયા રંગે રંગાયા

 

રાજકોટ તાલુકા પંચાયતના વિપક્ષ કોંગ્રેસના નેતા હરદેવસિંહ જાડેજા સહિતના સભ્યો આજે (વિધિવત રીતે) ભાજપમાં જોડાતા. પાસ પ્રમુખ ડી.કે. સખીયા, મહામંત્રી ભાનુભાઇ મેતા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, પરસોતમ સાવલિયા, નીતિન ઢાકેચા વગેરેએ તેમને આવકાર્યા હતા તે પ્રસંગને તસ્વીર.

રાજકોટ તા.૧૩: તાલુકા પંચાયતના કોંગ્રેસના તમામ ૧૦ સભ્યો અને ૨ અપક્ષ સભ્યો સહિત કુલ ૧૨ સભ્યો સાથે કોંગ્રેસના અસંખ્ય સમર્થકો ભાજપામાં જોડાતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.

તાલુકા પંચાયત કોંગ્રેસમુકત બની છે. અને આજે રાજકોટ જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ડી.કે. સખીયા, મહામંત્રી ભાનુભાઇ મેતા, રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, જિલ્લા ઉપપ્રમુખ નીતિનભાઇ ઢાંકેચા, પરસોતમભાઇ સાવલિયા, જિલ્લા આગેવાન ગોૈતમભાઇ કાનગડ, જીવરાજભાઇ રાદડિયા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ સેખલિયા, સહિતના ભાજપાના આગેવાનોની ઉપસ્થિતિમં રાજકોટ તાલુકા પંચાયત કોંગ્રેસના અને સહકારી ક્ષેત્રના આગેવાન અને માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેનશ્રી હરદેવસિંહ જાડેજાના નેતૃત્વમાં કોંગ્રેસના તાલુકા પંચાયતના ૧૦ અને ૨ અપક્ષ સભ્યો તેમજ કોંગ્રેસના અસંખ્ય સમર્થકો સર્વશ્રી  શિવલાલભાઇ પીપળીયા, વલ્લભભાઇ ગંગાણી, મેરામભાઇ જળુ, કાનાભાઇ બારેયા, દામજીભાઇ ડાભી, કૃષ્ણસિંહ જાડેજા, ખોડાભાઇ સોલંકી, ભરતભાઇ ગોહેલ, વિજયભાઇ અજાણી, જીતુભાઇ રાઠોડ-બ.સ.પા., બાબુભાઇ કુમારખાણીયા-અપક્ષને ભાજપાના ઉપરોકત હોદેદારો તેમજ ધારાસભ્યના હસ્તે કેસરીયા ખેસ પહેરીને ભાજપામાં વિધિવત જોડાયા હતા.

(3:51 pm IST)
  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાને બ્રેક : કાલે બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શકયતા નહિવત:હાલના ભાવ મુજબ પેટ્રોલ લીટરે 75.75 રૂપિયા ડીઝલનો ભાવ 72.75 રૂપિયા યથાવત રહેશે : ભાવમાં મોટાભાગે કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 11:04 pm IST