Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

મનહર પ્લોટ વિસ્તારમાં ગાયો માટેનો અવેડો તોડવાનાં પ્રયાસથી લોકરોષ

રાજકોટઃ શહેરનાં મનહર પ્લોટ વિસ્તારમાં રામકૃષ્ણ આશ્રમ પાછળ આવેલ શેરીમાં લતાવાસીઓ દ્વારા બનાવાયેલા ગાયોને પાણી પીવા માટેનાં અવેડાને તોડી પાડવા આજે સવારે કોર્પોરેશનનાં અધિકારીઓ પહોંચ્યા ત્યારે લતાવાસી ભાઇ-બહેનોનાં ટોળાએ એકત્રીત થઇ આ કાર્યવાહી બાબતે તંત્રવાહકો સાથે રોષ વ્યકત કરી આ એવોર્ડ તોડવાની કાર્યવાહી અટકાવી હતી. તે વખતની તસ્વીરમાં વિસ્તારનાં અગ્રણી કાનાભાઇ તેમજ વિસ્તારનાં બહેનો ત્થા આશ્રમનાં સ્વામીજી અને કોર્પોરેશનનાં નિવૃત ઇજનેર ત્થા અધિકારીઓ દર્શાય છે. આ અંગે સ્થાનિક આગેવાન કાનાભાઇનાં જણાવ્યા મુજબ લતાવાસીઓએ ગરબી મંડળનાં ફંડમાંથી ગાયોને પાણી પીવા માટે આ એવેડો બનાવ્યો છે જે વર્ષો જુનો છે અને કોઇને નડતરરૂપ નથી આમ છતાં આ અવેડો તોડવા કાર્યવાહી હાથ ધરવામાં આવતાં લોકોમાં રોષ ફેલાયો હતો અને અવેડો તોડવાની કાર્યવાહી અટકાવી દેવામાં મામલો થાળે પડયો હતો. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:48 pm IST)