Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

અઢી વર્ષમાં શહેરના સર્વાંગી વિકાસમાં પદાધિકારીઓએ ખભેખભા મિલાવી કામગીરી કરી : જયમીન ઠાકર

પાંચેય પદાધિકારીને અભિનંદન પાઠવતા સમાજકલ્યાણ સમિતિના ચેરમેન

રાજકોટ તા. ૧૩ : ડિસેમ્બર ૨૦૧૫માં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ શહેરીજનોએ ભાજપના શાસનમાં વિશ્વાસ દાખવીને પુનૅં શહેરની શાસન ધુરા સોપેલ છે. ત્યારબાદ મેયર તરીકે ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર તરીકે ડો.દર્શીતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પુષ્કરભાઇ પટેલ તથા શાસક પક્ષ નેતા તરીકે અરવિંદભાઈ રૈયાણી તેમજ દંડક તરીકે રાજુભાઈ અઘેરાને ભારતીય જનતા પાર્ટીને નિયુકત પામેલ છે. ત્યારે આ તમામ પદાધિકારીઓએ પોતાના કાર્યકાળના અઢી વર્ષની મુદ્દત સફળતા પુર્વક પૂર્ણ કરવા બદલ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકરે તમામ નિયુકત પદાધિકારીઓની ખુબ ખુબ અભિનંદન આપ્યા છે.

આ અંગે જયમીન ઠાકરે જણાવેલ કે, આ પાંચેય પદાધિકારીઓએ રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ માટે ખભેખભા મિલાવીને કામગીરી કરેલ છે. ભારતના દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાતના સંવેદનશીલ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ શહેરને સર્વાંગી વિકાસની નવી ઊંચાઈ પર પહોંચાડેલ છે. શહેરમાં રસ્તા, ગટર, લાઈટ, પાણી, વિગેરે સુવિધાને લગતા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કામો કરવામાં આવેલ છે. શહેરને લો કાર્બન એમીશન સહિતના કેટલાયે ક્ષેત્રોમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટીય કક્ષાએ એવોર્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે. અંતમાં સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકરે પાંચેય પદાધિકારીઓનો આભાર માનેલ.(૨૧.૨૭)

(3:48 pm IST)